માત્ર આમિર જ નહીં, આ સ્ટાર્સને પણ 50 પછી પ્રેમ મળ્યો, એકે તો 70 વર્ષે કર્યા ચોથી વાર લગ્ન.
આમિર ખાને તેના 60માં જન્મદિવસે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથેના સંબંધોની જાહેરાત કરી હતી. એવામાં બોલિવૂડના એવા સ્ટાર્સ વિષે જાણીએ જેમને 50 પછી પ્રેમ મળ્યો છે.
સાઉથ અને બોલિવૂડમાં કામ કરી ચૂકેલા એક્ટર આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરમાં સિક્રેટ વેડિંગ કરીને લોકોને ચોંકાવી દીધા હતા.
અભિનેતા મિલિંદ સોમને 52 વર્ષની ઉંમરે પોતાનાથી 26 વર્ષ નાની અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા છે.
આ યાદીમાં અભિનેત્રી નીના ગુપ્તાનું નામ પણ સામેલ છે. તેમણે 54 વર્ષની ઉંમરે વિવેક મેહરા સાથે સેટલ થઈને ઘણી લાઈમલાઈટ મેળવી હતી.
કબીર બેદીએ તેના 70માં બર્થડેના એક દિવસ પહેલા જ ચોથી વખત લગ્ન કર્યા. તેમની પત્ની પરવીન દોસાંઝ અભિનેતાની પુત્રી પૂજા બેદી કરતાં 3-4 વર્ષ નાની છે.
ફિલ્મ નિર્દેશક હંસલ મહેતાએ 54 વર્ષની ઉંમરે સૈફીના હુસૈન સાથે લગ્ન કર્યા. તેમની વચ્ચે 17 વર્ષનું અંતર છે.
અભિનેત્રી સુહાસિનીએ 60 વર્ષની ઉંમરે પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા હતા અને 4 વર્ષ પછી તેનો ખુલાસો કર્યો.
આ યાદીમાં મનોજ તિવારીનું પણ નામ સામેલ છે. 50 વર્ષની ઉંમરે, તેણે વર્ષ 2021 માં સુરભી તિવારી સાથે બીજા લગ્ન કર્યા.