Bigg Boss 18માં જોવા મળી શકે છે આ સ્ટાર્સ.
બિગ બોસ ટીવીના સૌથી ચર્ચિત રિયાલિટી શોમાંથી એક છે. ઓકટોબર મહિનામાં તેની 18 સિઝન શરુ થતી હોવાથી આ શો હાલ ખુબ જ ચર્ચામાં છે.
બિગ બોસ 18 જોડાતા સ્પર્ધકો પર પણ બધાની નજર છે. એવામાં ઘણા સ્ટાર્સના નામ પણ સામે આવ્યા છે.
બિગ બોસની નવી સિઝનમાં ધીરજ ધૂપરનું નામ સામે આવ્યું છે. આ ઉઅપ્રન્ત ઘણા અહેવાલો એવું પણ કહે છે કે આ સિઝનનો તે સૌથી મોંઘો સ્પર્ધક રહેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સિઝન માટે નિયા શર્માને પણ ફાઈનલ કરવામાં આવી છે. જો કે, નિયા શર્માનું કન્ફર્મેશન હજુ સામે આવ્યું નથી.
બિગ બોસ 18માં અર્જુન બિજલાણીનું નામ પણ સામે આવ્યું છે પરંતુ તેની સાઈડથી પણ હજુ કોઈ કન્ફર્મેશન આવ્યું નથી.
આ સિઝનમાં ટીવી એક્ટર કરણ પટેલ અને શોએબ ઈબ્રાહિમ પણ ભાગ લઈ શકે છે.
આ સિવાય બિગ બોસ 18માં ઈશા કોપીકર, શાઈની આહુજા, ગુરુચરણ સિંહ, સમીરા રેડ્ડી, સુરભી જ્યોતિ અને પૂજા શર્માના નામ પણ સામેલ છે.
ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સિઝનમાં 18 સ્પર્ધકોને જ સામેલ કરવામાં આવશે, હવે જોવાનું એ રહ્યું કે આમાંથી કેટલા સ્ટાર્સ બિગ બોસ18માં જોવા મળશે.