વરસાદમાં કાર ડૂબી જાય તો ઇન્શ્યોરન્સ મળે કે નહી?.

દેશમાં હાલ ચોમાસું ચાલી રહ્યું છે, એવી સ્થિતિમાં દરેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળે છે.

રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકો માટે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે, તો કયારેક એટલું વધુ પાણી ભરાઈ જાય છે કે કાર પણ ડૂબી જાય છે, જેથી તેનો રિપેરિંગ ખર્ચ પણ વધી જાય છે.

જો કારમાં પાણી ભરાઈ જાય તો કારના એન્જિનને ભારે નુકસાન થઈ શકે છે તેમજ તેને રિપેર કરાવવાનો ખર્ચ પણ વધી જાય છે.

જોકે કારના રિપેરિંગ ખર્ચથી બચવા માટે ઇન્શ્યોરન્સ લેતા હોય છે, પણ જો કાર વરસાદમાં પાણીના ભરાવાના કારણે ડૂબી જાય તો તેનું ઇન્શ્યોરન્સ મળે કે નહી?.

જો એન્જિનની અંદર પાણી ભરાઈ જાય તો એન્જિન ફેઈલ થવાની શક્યતાઓ છે. તેમજ પાણી ઇલેક્ટ્રિક પેનલ્સ અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે.

આમ તો કાર ઇન્શ્યોરન્સ ઘણી પ્રકારના હોય છે પરંતુ વરસાદમાં ડૂબી જવાથી કારને નુકસાન થાય તો કોમ્પ્રીહેન્સીવ ઇન્શ્યોરન્સ દ્વારા જ ક્લેમની રકમ મળી શકે છે.

જો તમે કારનો કોમ્પ્રીહેન્સીવ ઇન્શ્યોરન્સ લીધેલો છે તો જ તમે વાવાઝોડું, આગ કે ચોરી જેવા કારણોના લીધે થતા નુકસાન પર ક્લેમ કરી શકો છો.

તેમજ પાણીમાં ડૂબી ગયેલી કારને સ્ટાર્ટ ન કરવી જોઈએ. જો એવું કરવામાં આવે તો કારના એન્જિનમાં હાઈડ્રોસ્ટેટિક લોક લાગી જશે.

જો કારમાં એન્જિન હાઈડ્રોસ્ટેટિક લોક લાગી જશે તો આ આવા કેસમાં ઇન્શ્યોરન્સ કંપની ક્લેમ રીજેક્ટ કરી શકે છે.

More Web Stories