Zagmag
પૃથ્વી પરનું સુપરબગઃ કીડી
By GS Team
28 Aug 20261 min read

કીડી વિશેની વાતો રસપ્રદ છે. પૃથ્વી પર ૧૦૦૦૦ કરતાં વધુ જાતની કીડી જોવા મળે છે. મોટાભાગની કીડી ૩ થી ૪ મી.મી. કદની હોય છે. જંતુજગતનો મોટો ભાગ કીડીઓ રોકે છે.કીડીના શરીરના રચના જટિલ છે. તેના મુખ્ય ત્રણ અંગો માથું, પેટ અને પેડુ. માથામાં ચટકો ભરવા માટે ત્રણ અંકોડાવાળું જડબું અને આંખો. કીડીની આંખમાં ૧૦૦૦ સુક્ષ્મ લેન્સ હોય છે તે નજીકની વસ્તુ સારી રીતે જોઈ શકે છે. માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે. આ બધુ માઈક્રોસ્કોપ વડે જોઈ શકાય તેટલું સુક્ષ્મ હોય છે. કીડીના બંને પડખે ત્રણ ત્રણ એમ છ પગ હોય છે. પગના છેડે પંજો પણ હોય છે. કીડી લાખોના સમુહમાં રહે છે. સમુહમાં એક રાણી કીડી હોય છે. બાકીની મજૂર કીડીઓ દર બનાવવાનું અને ખોરાક લાવવાનું કામ કરે છે. કીડી કતારબંધ ચાલે છે અને રસ્તો ભૂલતી નથી. તેના દરમાં ખોરાક સંઘરવાના ખાના ઉપરાંત અનેક સુવિધાઓ હોય છે.




