Zagmag

ચતુર સિંહની ચતુરાઈ

By GS Team
30 Oct 20264 mins read
ચતુર સિંહની ચતુરાઈ
  • એક દિવસ મોહન નામનો યુવાન પોતાની નવીનક્કોર સાઇકલ પર સવાર થઈને જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. અચાનક રાક્ષસ હવામાં ઊડતો ઊડતો આવી ચડયો. રાક્ષસનો વિકરાળ ચહેરો જોઈ મોહન ભયભીત થઈ ગયો.
  • વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર

મદનપુર નામે એક નાનકડું અને સુંદર ગામ હતું. ગામના લોકો એકબીજા સાથે હળીમળીને સુખથશાંતિથી રહેતા હતા. ગામની સીમ અડીને એક ઘટાદાર જંગલ આવેલું હતું. આ જંગલમાં એક અત્યંત માયાવી અને ઉપદ્રવી રાક્ષસ રહેતો હતો. મદનપુરના રહેવાસીઓ સંધ્યાકાળે સૂરજ આથમ્યા પછી જંગલના માર્ગેથી પસાર થવાનું ટાળતા… છતાં ક્યારેક સંજોગોવશાત્ જો કોઈ મોડું પડે, તો રાક્ષસ તેને અચૂક રંજાડતો.
એક દિવસ મોહન નામનો યુવાન પોતાની નવીનક્કોર સાઇકલ પર સવાર થઈને જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. અચાનક રાક્ષસ હવામાં ઊડતો ઊડતો આવી ચડયો. રાક્ષસનો વિકરાળ ચહેરો જોઈ મોહન ભયભીત થઈ ગયો. ગભરાટમાં તેણે સાઇકલ પરનો કાબૂ ગુમાવ્યો અને સીધી ઝાડ સાથે અથડાવી દીધી. મોહનને નીચે પટકાયેલો જોઈ રાક્ષસ તકનો લાભ ઉઠાવી સાઇકલ ઉપાડીને આકાશમાં ઊડી ગયો! મોહન રડમસ ચહેરે માંડ ઘેર પહોંચ્યો.
બીજે દિવસે એક કઠિયારો અને તેની પત્ની જંગલમાં લાકડાં કાપવા ગયાં. લાકડાં શોધતાં શોધતાં તેઓ જંગલમાં ખૂબ ઊંડે નીકળી ગયાં, જેથી સાંજે પાછા વળતાં ઘણું મોડું થઈ ગયું. બંને ડરતાં ડરતાં પગલાં ભરતાં હતાં, ત્યાં જ ઝાડીઓમાંથી ધસી આવેલા રાક્ષસે કઠિયારાને ઉપાડી લીધો! તેની પત્ની રોતીથકકળતી સીધી ગામના સરપંચના ઘેર પહોંચી અને ન્યાય માટે પોકાર કર્યાે.
સરપંચના આંગણે આખું ગામ એકઠું થઈ ગયું. સૌ ગ્રામજનોએ આજીજી કરી, 'સરપંચજી, ગમે તે ઉપાય કરીને આ ઘાતકી રાક્ષસના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવો!'
સરપંચે ચિંતિત અવાજે જાહેરાત કરી, 'આ રાક્ષસનો ઉત્પાત હવે અસહ્ય બની ગયો છે. હું ગામ સમક્ષ વચન આપું છું કે જે કોઈ વીર પુરુષ આ રાક્ષસના ભયમાંથી ગામને મુક્ત કરશે, તેને હું રાજીખુશીથી મારું સરપંચ પદ સોંપી દઈશ!'
આ જાહેરાત થતાં જ લોકટોળામાંથી એક દ્રઢ અને શાંત અવાજ ગુંજ્યો, 'હું ચતુરસિંહ, આ મુશ્કેલ કાર્ય કરવા તૈયાર છું! મને ફક્ત બે દિવસની મહેતલ આપો.' સરપંચ અને ગ્રામજનોએ આશાભેર સંમતિ દર્શાવી.
ચતુરસિંહ પોતાના નામ પ્રમાણે જ અત્યંત બુદ્ધિશાળી અને સમયપારખુ હતો. પ્રથમ દિવસે તેણે સમગ્ર વિસ્તારની ઝીણવટભરી વિગતો મેળવી - રાક્ષસ કયા સમયે આવે છે, તેને કઈ વસ્તુઓ પ્રિય છે અને તેની કમજોરી શું છે.
બીજે દિવસે સંધ્યા ઢળતાં જ ચતુરસિંહ જંગલની વચ્ચે પહોંચ્યો અને મોટેમોટેથી રાક્ષસને સાદ કરવા લાગ્યો. રાક્ષસને ભારે અચરજ થયું કે, 'આખું ગામ મારા નામથી થરથર કાંપે છે, ત્યારે આ માણસ મને સામે ચાલીને કેમ બોલાવી
રહ્યો છે?'
ચતુરસિંહે હોશિયારીથી વાત શરૂ કરી, 'હે મહાબળી, મને પાતાળલોકના રાજા મહાસુરે તમારી કસોટી કરવા મોકલ્યો છે. જો તમે મારા પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપશો, તો તમને રાક્ષસોના ભવ્ય રાજમહેલમાં સ્થાન મળશે, જ્યાં તમામ સુખ-સાહ્યબી હાજર હશે!'
રાક્ષસ તો હરખાઈ ગયો. ચતુરસિંહે તેને સ્વાદિષ્ટ ઘીના લાડુ ખવડાવ્યા. લાડુ આરોગીને રાક્ષસ વધુ ખુશ થયો. ચતુરસિંહે પૂછયું, 'કહો જોઈએ, તમારામાં એવી કઈ કઈ અદ્ભુત
શક્તિઓ છે?'
રાક્ષસે ગર્વથી છાતી ફુલાવી, 'હું ધારું તો પર્વતોને એક હાથે ફંગોળી શકું, વાદળોમાં ઊડી શકું અને પળવારમાં મનગમતું રૂપ ધારણ કરી શકું!'
ચતુરસિંહે જાણીજોઈને શંકા દર્શાવી, 'એ બધું તો ઠીક, પણ શું તમે તમારા શરીરનું કદ નાનુંથમોટું કરી શકો છો?'
રાક્ષસ ખડખડાટ હસ્યો, 'અરે, એ તો મારી ડાબા હાથની રમત છે! હું ઊંચા તાડના ઝાડ જેવો વિશાળ પણ બની શકું અને નાની કીડીથીયે સૂક્ષ્મ રૂપ લઈ શકું!'
ચતુરસિંહે પોતાની થેલીમાંથી કાચની એક મજબૂત બરણી કાઢી જમીન પર મૂકી અને પડકાર ફેંક્યો, 'મારી નજરે જોયા વગર હું કેવી રીતે વિશ્વાસ કરું? જો તમે સાચે જ માખી જેવડું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને આ બરણીની અંદર પ્રવેશી બતાવો, તો જ હું તમને સર્વશ્રે માનું!'
અભિમાની રાક્ષસ છેતરાઈ ગયો. તેણે ક્ષણવારમાં પોતાનું શરીર માખી જેવડું બનાવી દીધું અને સડસડાટ બરણીની અંદર પેસી ગયો. રાક્ષસ જેવો અંદર ગયો કે તુરંત ચતુરસિંહે બરણીનું મજબૂત ઢાંકણું ચડાવી સીલ કરી દીધું!
રાક્ષસ બરણીની અંદર ધમપછાડા કરતો રહી ગયો, પણ બહાર નીકળી શક્યો નહીં. ચતુરસિંહે એ કાચની બરણીને નદીના ઊંડા વહેણમાં
વહાવી દીધી.
આમ, ચતુરસિંહે બાહુબળને બદલે બુદ્ધિબળનો ઉપયોગ કરીને મદનપુરના લોકોને રાક્ષસના ત્રાસમાંથી કાયમ માટે મુક્તિ અપાવી. ગામલોકોએ તેને માનભેર નવા સરપંચ તરીકે સ્વીકાર્યાે અને તેણે ગામની ઉન્નતિનાં ઉત્તમ કાર્યાે કર્યાં.