દેહમંદિર - દેવમંદિર

- દેવનું વિસર્જન થયું. એટલે ગધેડો બધાને નડવા લાગ્યો. બધા જ તેને હડસેલવા લાગ્યા. ડચકારવા લાગ્યા. પણ ગધેડો હજી તોરમાં હતો. તેને તો એમ કે પોતાના જેવું બીજું કોઈ ભાગ્યશાળી પ્રાણી જ નથી.
હે રામ !
ગણપતિની પૂજા પૂરી થઈ.
ગણપતિ વિસર્જનનો દિવસ આવ્યો. કુંભારે નક્કી કર્યું કે દેવને નદી સુધી આપણા વાહન પર બેસાડવાના હોય એટલે કંઈ વાહન જેવું તેવું ચાલે? તેણે તો ગધેડાને સારી રીતે નવડાવ્યો. પછી ટુવાલથી તેનો દેહ ઘસીને સાફ કર્યો. તેની પર સરસ મજાની ચાદર પાથરી. તેની પર બેઠક ગોઠવી. તેના ગળામાં ફૂલોની માળા પહેરાવી.
સવારી નીકળી. ગાનવાદન સહિત દેવ નદીએ પહોંચતા હતા. ગધેડાના આનંદનો તો પાર નહિ. તે તો ખુશખુશાલ હતો. તેને તો એમ કે જિંદગી આ જ છે. ભલે તેનો કુંભાર તેને મારતો હતો પણ આજે તેની ખરેખર કદર કરી છે.
વાજતેગાજતે સંઘ નદીએ પહોંચ્યો. દેવને સવારી પરથી ઉપાડી લેવામાં આવ્યા. નદીમાં પધરાવી દેવામાં આવ્યા.
દેવનું વિસર્જન થયું. એટલે ગધેડો બધાને નડવા લાગ્યો. બધા જ તેને હડસેલવા લાગ્યા. ડચકારવા લાગ્યા. પણ ગધેડો હજી તોરમાં હતો. તેને તો એમ કે પોતાના જેવું બીજું કોઈ ભાગ્યશાળી પ્રાણી જ નથી.
તે એવો મદમાં હતો ત્યાં જ કુંભારે જોરથી ડફણું માર્યું. રોજના નિયમ પ્રમાણે એક-બે સંભળાવી પણ દીધી. કહ્યું - 'અડિયલ ! ચાલે છે કે નહિ? રસ્તામાં અટકી રહેતાં જ આવડે છે?'
ગધેડાને જ્ઞાાન આવી ગયું કે જ્યાં સુધી સાથે ભગવાન છે ત્યાં સુધી જ દેહની કિંમત છે, તેનાં માન-પાન છે. શરીરનું પણ એવું જ છે,
જ્યાં સુધી દેહમાં દેવ છે ત્યાં સુધી જ દેહમંદિર છે. દેહમાંથી રામ ગયા કે દેહ પણ હરામ જ થઈ જવાનો. માટે જ લોકો કહે છે 'હે રામ !'




