વાંચો તમારું 19 સપ્ટેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા થતી જાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી પ્રસન્નતા અનુભવાય.
વૃષભ : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
મિથુન : આપના અગત્યના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
કર્ક : આપના કામમાં હરિફ વર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ખર્ચ જણાય.
કન્યા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે. માતૃપક્ષની ચિંતા જણાય.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. ભાઈભાંડુ આપને મદદરૂપ થાય.
વૃશ્ચિક : આપને કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક - વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.
ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય- સરકારી કામ અંગે મુલાકાત થાય.
મકર : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ ન કરવી. ખર્ચ જણાય.
કુંભ : આપના કામમાં આકસ્મિક સરળતા થતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.




