Zagmag

શ્રવણ બેલગોલાની વિરાટ મૂર્તિઃ ગોમતેશ્વર

By GS Team
23 Oct 20261 min read
શ્રવણ બેલગોલાની વિરાટ મૂર્તિઃ ગોમતેશ્વર

ભારતના કર્ણાટકમાં બેંગાલુરૂ નજીક આવેલું શ્રવણ બેલગોલા ભગવાન ગોમતેશ્વરની વિરાટ મૂર્તિથી વિશ્વપ્રસિધ્ધ છે. તે જૈનોનું યાત્રાધામ છે. ગોમતેશ્વરને બાહુબલીના નામે પણ ઓળખાય છે. પ્રતિમાના ચહેરા પર શાંતિ, ધીરજ અને વૈરાગ્યની ભાવના જોવા મળે છે. આ પ્રતિમા જૈન ધર્મની ત્યાગ, તપસ્યા, શાંતિ અને અહિંસાની ભાવનાનું પ્રતીક છે. ઇ.સ. ૯૮૧માં ૫૭ ફૂટ ઊંચી આ મૂર્તિ એક જ ખડક કોતરીને બનેલી છે. કોઈ પણ આધાર વિના સ્વતંત્ર પણે ઊભેલી વિશ્વની વિરાટ પ્રતિમાઓમાં સ્થાન છે. ભગવાન બાહુબલી બંને હાથ શરીરની બાજુમાં રાખીને ઊંડા ધ્યાનમાં ઊભેલા દર્શાવવામાં આવ્યા છે. તેમના પગ અને હાથની આસપાસ વેલીઓ ચડેલી દર્શાવવામાં આવી છે. આ લાંબા સમય સુધી સ્થિર રહીને કરેલી તપસ્યાનું પ્રતીક છે.
શ્રવણવેલગોલામાં આવેલી આ મૂર્તિ સિવાય ૨૦ ફૂટથી ઊંચી એવી અન્ય ચાર પ્રતિમા પણ જાણીતી છે. કરકલા (ઉડ્ડપી)ની ઇ.સ. ૧૪૩૦માં બનેલી ૪૨ ફૂટ ઊંચી મૂર્તિ, બીજી ૩૯ ફૂટ ઊંચી તેમજ મૈસુરમાં આવેલી ૨૦ ફૂટ ઊંચી બાહુબલીની પ્રતિમા પણ ૧૨મી સદીમાં સ્થપાયેલી.શ્રવણબેલ ગોલાની બાહુબલીની પ્રતિમા ૩૦ કિલોમીટર દૂરથી પણ નજરે પડે છે તેટલી ઊંચી છે અને અદ્ભૂત શિલ્પકળાનો નમૂનો છે.