Zagmag

ફન ટાઈમ

By GS Team
14 Aug 20261 min read
ફન ટાઈમ

બુધિયાના ઘરના દરવાજા પર ટકોરા પડયા. બુધિયાએ
દરવાજો ખોલ્યો.
બહાર વરસાદ પડતો હતો, વરસતા વરસાદમાં કુરિયરવાળો પાર્સલ આપવા આવ્યો હતો.
ટપાલીએ કહ્યું : 'લો, તમારું પાર્સલ લઈ લો.'
બુધિયાને એની દયા આવતા ભોળાભાવે કહ્યું : 'અંકલ! આવા વરસાદમાં તમારે આવવાની શી જરૂર હતી? કુરિયરમાં મોકલી
દેવી હતી ને!'

એક હેલિકોપ્ટર નદી પર ઉડી રહ્યું હતું. તેની સાથે બંધાયેલી જાડ્ડી રસ્સી પર દસ ડોક્ટર,
પાંચ ટીચર અને એક એન્જીનિયર લટકી રહ્યા હતા.
પાયલટે કહ્યું : રસ્સી પર વજન વધી ગયું છે. કોઈ એકે રસ્સી
છોડવી પડશે.
બધા વિચારમાં પડી ગયા.
રસ્સી કેવી રીતે છોડવી?
ત્યાં એન્જીનિયર કહે : ડોન્ટ વરી. હું રસ્સી છોડીશ, બસ?
તમે બધા ફક્ત તાળીઓ પાડો. બધાએ તાળીઓ પાડી. હાથમાંથી રસ્સી છૂટી ગઈ. ખાબક્યા બધા નીચે. એક એન્જીનિયર જ રસ્સી પર લટકતો રહ્યો.
આને કહેવાય એન્જીનિયર!