For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૂર્વોત્તર રાજ્યોનો વિવાદિત કાનૂન

Updated: Dec 18th, 2021

Article Content Image

- વિચાર વિહાર-યાસીન દલાલ

- નાગાલેન્ડની ઘટના બાદ આ કાયદાની યોગ્યતા અને દુરૂપયોગની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે શરૂ થઇ છે. એમાં સરકારનું વલણ શું છે એ જોવાનું રહે છે.

તાજેતરમાં પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. ત્યાં લશ્કર દ્વારા ગોળીબારમાં ૧૪ માણસોના મોત થયા છે. નાગાલેન્ડમાં પૂર્વોત્તર પ્રદેશમાં આવેલું એક નાનકડું રાજ્ય છે ત્યાં ૧૪-૧૪ નાગરિકો માર્યા જાય એ ગંભીર ઘટના કહેવાય. નાગાલેન્ડની પોલીસ લશ્કર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. એવું પણ કહેવાય છે કે લશ્કરે ગોળીબાર કરીને મૃતદેહોને છૂપાવ્યા હતા અને પૂરાવાનો નાશ કર્યો હતો. 

આ ઘટના બાદ આફસ્પાનો કાયદો નાબૂદ કરવાની માગણી થઇ છે. આ માગણી સરકાર દ્વારા પણ થઇ છે. વિપક્ષો અને માનવ અધિકાર સંસ્થાઓ તો આ માગણી કરતી જ હતી. આ મામલો વધુ ગંભીર બન્યો છે. ૧૪ માણસોના મોત થાય એ પછી લોક લાગણી ઉશ્કેરાય એ સ્વભાવિક છે.

નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નઇફિયુએ એને કાળો કાયદો કહીને રદ્ કરવાની માંગણી કરી છે. નાગાલેન્ડની કેબીનેટની બેઠકમાં એ અંગે નિર્ણય લેવાયા બાદ આ અંગેની સત્તાવાર માગણી કેન્દ્ર સમક્ષ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ મુદ્ે આસામના મુખ્યમંત્રી શ્રી હેમંત સલમાનને પણ ખુલ્લીને બોલવાની અને તેમનું વલણ સ્પષ્ટ કરવાનો આગ્રહ કર્યો છે. મેઘાલયના મુખ્યમંત્રી આ માગણીમાં જોડાયા છે. નાગાલેન્ડમાં ભાજપ સરકારમાં સામેલ છે. મણીપુરમાં તેનું શાસક પક્ષ સાથે ગઠબંધન છે. 

સરકાર ઉપર સાથી પક્ષો તરફથી આ કાયદો રદ્ કરવાની માગણી થયા બાદ કેન્દ્ર સરકાર ધર્મસંકટમાં મુકાઇ ગઇ છે. આ કાયદો પૂર્વોત્તર રાજ્યોમાં ઠેર-ઠેર અમલમાં છે. આ કાયદા હેઠળ  પૂર્વોત્તર  રાજ્યોમાં લગભગ માર્શલ લો જેવી સ્થિતિ છે. કાયદા હેઠળ લશ્કરને અમર્યાદ સત્તા અપાય છે. એના હેઠળ લશ્કર ગમે ત્યાં ગમે તેવી સ્થિતિમાં ગોળીબાર કરી શકે છે. એના વિરોધ સુપ્રિમ કોર્ટમાં પણ અરજી થઇ શકતી નથી. આ કાયદા હેઠળ જે તે વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર થઇ શકે છે. ક્યાંય ધાર્મિક, વંશીય, સામાજિક કે ભાષાકીય ઘર્ષણના સંજોગો સર્જાય કે બળવો થાય અથવા આતંકવાદ જેવા પરિબળોના કારણે શાંતિ કે સ્થિરતા ખતરામાં મુકાઇ તો આવું થઇ શકે છે.

રાજ્ય સરકાર કે ગર્વનર આ કાયદાની ભલામણ કરી શકે છે. કેન્દ્ર સરકાર રાજ્યોનો અભિપ્રાય માગી શકે છે. રાજ્યની ભલામણ સ્વીકારવી કે નહીં. આ તેનો અધિકાર કેન્દ્ર પાસે છે. કેન્દ્રને કોઇ જાતનું બંધન નથી. આ અધિકાર અબાધિત છે. ૧૯૫૨માં પણ આસામમાં બળવાને ડામી દેવા આસામ સરકારે આસામ પોલીસને વધારાની સત્તા આપી હતી. તે પછી પણ સ્થિતિ બગડતા કેન્દ્ર સરકારે ૧૯૫૨માં આફસ્પા કાયદો લાગુ કર્યો હતો. 

એ પછી ઉત્તર - પૂર્વના તમામ રાજ્યોને આ કાયદા હેઠળ આવરી લેવાયા હતા. ૧૯૮૩માં પંજાબમાં આ કાયદો લાગુ કરાયો હતો. જે ૧૯૯૭ સુધી ચાલું રહ્યો હતો. ૧૯૯૦માં જમ્મુ-કાશ્મીરને પણ આ કાયદા હેઠળ લેવાયા હતા. જે આજે પણ અમલમાં છે. ૨૦૧૫માં મેઘાલય અને ત્રિપુરામાં આ કાયદો રદ્ થઇ ગયો છે.

આજે કાશ્મીર ઉપરાંત આસામ, નાગાલેન્ડ, મણીપુર અને અરૂણાચલના ત્રણ રાજ્યોના સરહદી વિસ્તારોમાં આ કાયદો અમલમાં છે. રાષ્ટ્રની આંતરિક શાંતિ અને સ્થિરતા માટે આ કાયદો જરૂરી છે. છતાં તેનો વિરોધ થાય છે. એનું કારણ એ છે કે કાયદા હેઠળ લશ્કર, એરફોર્સ, પેરામીલીટરી ફોર્સ અને પોલીસને અબાધિત સત્તા આપવામાં આવી છે. આ બધા દળો કોઇપણ વ્યક્તિની તલાશી લઇ શકે છે. અથવા ધરપકડ કરી શકે છે.

કોઇપણ વ્યકિતના આશ્રય સ્થાન ઉપર હુમલો કરી શકે છે અથવા તેને મારી પણ નાખી શકે છે. એની સામે કોઇ કાર્યવાહી થઇ શકતી નથી. કે કોઇ વ્યક્તિને અદાલતમાં જવાનું પણ અધિકાર મળતો નથી. ઇરોમ શર્મિલા નામની શિક્ષિકાએ એક વખત સવારમાં નોકરી ઉપર જતાં પોતાના ઘર પાસે ટોળા ઉપર ગોળીબાર થતો જોયો. એમાં મરનારમાં મહિલાઓ, વિદ્યાર્થી અને બાળકો પણ હતા. આથી શર્મિલાએ કાયદાનો વિરોધ કર્યો અને એ પાછો લેવાની માગણી કરી પણ રાજ્ય સરકારે એ નકારી કાઢી. 

કોઇને પ્રશ્ન થાય આ કાયદાનો વિરોધ કેમ થાય છે. જવાબ એ છે કે આ કાયદો લશ્કર અને અર્ધ લશ્કરી દળોને અમર્યાદા સત્તા આપે છે. ઇચ્છા પડે તેનો નાશ કરે છે. ગોળીબાર કરી શકે છે. ટૂંકામાં લશ્કર અને સુરક્ષા દળોને મોકળું મેદાન આપવામાં આવ્યું છે. વિરોધીઓનું કહેવું છે કે આ માનવ અધિકાર ઉપર તરાપ છે.

કોઇ પણ હેઠળ કોઇને પણ જ્યારે બેફામ સત્તા પ્રાપ્ત થાય ત્યારે એના ઓછા હેઠળ સુરક્ષા દળો દ્વારા અપહરણ થાય તેમજ ગેરકાયદે ગોંધી રાખવામાં આવે તેમજ માનસિક ત્રાસ આપવામાં આવે. નકલી એન્કાઉટર કરવામાં આવે. ન્યાય તંત્રમાં જેની છૂટ ના હોય એવી હત્યા કરવામાં આવે વધુ પડતું બળપ્રયોગ થતું હોય એવી ઘટનાઓ પણ બને. નાગાલેન્ડની તાજેતરની ઘટનામાં નિર્દોષ મજૂરો માર્યા ગયા. એવું જ ભૂતકાળમાં પણ બન્યું છે. મણીપુરના માલોમ ગામમાં બસ સ્ટેશન ઉપર ઉભેલા નિર્દોષ નાગરિકો ઉપર આસામ રાયફલના જવાનોએ વિના કારણ ગોળીબાર કર્યો હતો.

ગોળીબાર અંધાધૂંધ હતો. જેમાં દસ લોકો માર્યા ગયા. ત્યારે પણ આફસ્પા કાયદો નાબૂદ કરવાની માગણી થઇ હતી. એ જ સમયે ઇરોમ શર્મિલાએ ઉપવાસ કર્યા હતા. ૨૦૦૪માં થાનગજામ મનોરમા નામની મહિલા ઉપર આ પણ જવાનોએ બળાત્કાર કર્યા હતા. ત્યારે પણ ઉગ્ર આંદોલન થયું હતું. સરકારે ત્યારે પણ કાયદાની નાબૂદી માટે કાંઇ કર્યું ન હોતું અને બધી માગણીએ બહેરા કાને અથડાઇ હતી. ટૂંકમાં અવારનવાર આ કાયદાની નાબૂદીની માગણી થતી રહે છે. પણ સરકાર કાંઇ કરતી નથી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૨૧ વરસમાં ૪૯૦૦ નાગરિકો માર્યા ગયા છે. 

આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલમાં ૪૩૦૦ નાગરિકો માર્યા ગયા છે. મણીપુરમાં લશ્કર દ્વારા ૬ લોકોને મારી નાખવાની તપાસ કરનાર નિવૃત્ત જજ હેંગડે એ નાગરીકો નિર્દોષ હોવાનું ઠેરવીને કાળો કાયદો હટાવી લેવાની ભલામણ કરી હતી. મનમોહનની સરકાર વખતે નિમાયેલા સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયધિશ શ્રી રેડીએ પણ આ કાયદો ૨૦૧૩માં પરત ખેંચવાનું જણાવ્યું હતું.મણીપુરમાં નકલી એન્કાઉન્ટરમાં ૧૫૨૮ નિર્દોષ નાગરીકો  માર્યા ગયા હતા. ૨૦૧૬માં વરિષ્ઠ અદાલતે શકવર્તિ ચૂકાદો આપ્યો હતો. માત્ર કાયદો અમલમાં હોય એટલે લશ્કરને કોઇને પણ ઠાર કરવાનો અધિકાર મળી જતો નથી. આ કાયદાનું સુરક્ષા કવચ નબળું પડી ગયું છે.

તરફેણમાં એવી દલીલ કરવામાં આવે છે કે સંજોગો બેકાબૂ હોય ત્યારે જ કાયદાનો અમલ થાય છે. આંતકી હુમલા થતા હોય ત્યારે માનવ અધિકારીની માળા ન જપી શકાય આંતકીઓ નાગરિકોને મારતા હોય અને ગોળીબાર કરતા હોય ત્યારે લશ્કરને જવાબદાર ઠરાવવું એ મુશ્કેલ છે. આમ કાયદાનો ઉપયોગ અને દુરૂપયોગ થવાની પૂરી શકયતા છે. કોઇપણ કાયદો ઘડીએ ત્યારે એના દુરૂપયોગની પૂરી શકયતા છે. નાગાલેન્ડની ઘટના બાદ આ કાયદાની યોગ્યતા અને દુરૂપયોગની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે શરૂ થઇ છે. એમાં સરકારનું વલણ શું છે. એ જોવાનું રહે છે. રાજકીય પક્ષોનું વલણ કેવું રહે છે એ જોવું પડશે.

કેન્દ્ર સરકારે કાશ્મીર ઉપરાંત બીજા અનેક રાજ્યોમાં લશ્કરી કાયદો લાગુ કર્યો છે. એવી દલીલ થાય છે કે આ બધા સરહદી રાજ્યો છે. એમાં સલામતી જાળવી રાખવી હોય તો કડક કાયદો જોઇએ. પણ તટસ્થ નિરીક્ષકો કહે છે કે કોઇપણ કાયદો ઘડવામાં ધ્યાન રાખવુ જોઇએ. લશ્કરને અમર્યાદ સત્તા આપવાથી એનો દુરૂપયોગ થવાની શકયતા રહેવાની જ. આ રાજ્યોમાં આવું જ થયું છે. 

દરેક રાજ્યમાં કાયદાનો દુરૂપયોગ થાય છે અને નિર્દોષ લોકો માર્યા જાય છે. આ કંઇ પંજાબ જેવી સમસ્યા નથી. ત્યારે પંજાબમાં ભીંડરાવાલે જેવા લોકોે શસ્ત્રો ઉઠાવ્યા હતા અને લગભગ બળવા જેવી સ્થિતિ પેદા કરી હતી. શ્રીમતી ગાંધીએ એને કચડી નાખવા માટે લશ્કર મોકલ્યું હતું એના વડા તરીકે હતા. આપણા લશ્કરે વિદેશના ૯૦ હજારના સૈન્યને શરણે આવવું પડયું હતું. એનો વિરોધ જોરદાર થયો હતો. અનેક લેખકોએ પોતાના એવોર્ડ પાછા આપી દીધા હતા. એમાં ખુશવંતસિંહ પણ સામેલ હતા. આ લશ્કરી કાર્યવાહી સફળ થઇ. આ ઇતિહાસ જાણીતો છે. પણ અપવાદરૂપ ઘટના છે. 

 આ ઘટનાનો અર્થ એ નથી. અત્યારે ૬થી ૭ નાના રાજ્યોમાં માર્શલ લો લાગુ પાડવો. ક્યારેક સંજોગવસાત મોટી અશાંતિ સર્જાય અને પ્રજામાં અસંતોષ ફેલાઇ ત્યારની વાત જૂદી છે. અપવાદ કદી સામાન્ય ન હોઇ શકે. દુનિયાનો ઇતિહાસ કહે છે કે, દરેક દેશે પોતે નક્કી કરેલા સિધ્ધાંતો ઉપર ચાલવું જોઇએ. આપણે એક શાંતિપ્રિય દેશ છીએ. આપણું દરેક પગલું અને નીતિ એને અનુરૂપ હોવું જોઇએ. 

Gujarat