વાવ-થરાદ: સોનમ વાંગચૂકના સમર્થનમાં ભાભર હાઇવે પર વિદ્યાર્થિની એક દિવસના ઉપવાસ પર બેઠી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vav-Tharad Student Begins One-Day Fast: દેશભરમાં ગાજેલા NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં આજે (20મી જુલાઈ) ભાભર હાઇવે પર એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીની એક દિવસીય પ્રતીક ઉપવાસ પર ઉતરી છે.
સોનમ વાંગચૂકના સમર્થન અને સિસ્ટમમાં સુધારાની માંગ
મળતી માહિતી મુજબ, ભાભર તાલુકાના ચલાદર ગામની રહીશ અને હાલ ભાભરમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી સીતાબહેન રાઠોડ નામના વિદ્યાર્થીનીએ આ અનોખો વિરોધ નોંધાવ્યો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે અનશન પર લોકોને સપોર્ટ કરવા અને સરકારી પરીક્ષાઓની સિસ્ટમમાં પારદર્શક બદલાવ લાવવાની માંગ સાથે તેઓ ભાભર હાઇવે પર લોક જાગૃતિ અર્થે ઉપવાસ પર બેઠા છે.
ઉપવાસ પર બેઠેલી વિદ્યાર્થીની પોતાની માંગણીઓ અને જાગૃતિ દર્શાવતા બેનરો સાથે રોડ કિનારે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહી છે. પેપર લીક જેવી ઘટનાઓથી લાખો પરીક્ષાર્થીઓના ભવિષ્ય સામે ઊભા થતા પ્રશ્નો અને સિસ્ટમની ખામીઓ સામે અવાજ ઉઠાવવા માટે તેમણે આ કદમ ઉઠાવ્યું છે.









