Valsad

અષાઢમાં અનરાધાર! વલસાડના ઉમરગામમાં 15.24 ઇંચ વરસાદ, ગુરુવારે તમામ શાળાઓમાં રજા જાહેર

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. 22 જુલાઈએ વલસાડના ઉમરગામમાં 16 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદને લીધે 23 જુલાઈએ તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અષાઢમાં અનરાધાર! વલસાડના ઉમરગામમાં 15.24 ઇંચ વરસાદ, ગુરુવારે તમામ શાળાઓમાં રજા જાહેર

Valsad Heavy Rain News, Umargam 15 Inches Rain: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. જેમાં વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ થતાં નદી-નાળા, છલકાવવાની સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 22 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 16 કલાકમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વલસાડના મોટાભાગના તાલુકામાં જળબંબાકારની સ્થિતિને પગલે શાળાઓમાં આવતીકાલે ગુરુવારે(23 જુલાઈ) રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ, દમણ અને દાદરા નગર હવેલી પણ અતિભારે વરસાદને લઈને તમામ શાળા કૉલેજોમાં ગુરુવારે રજા જાહેર કરાઈ છે.

વલસાડ જિલ્લામાં મેઘતાંડવ

22 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા એટલે 16 કલાકના આંકડા મુજબ…

  • ઉમરગામ તાલુકામાં 15.24 ઇંચ
  • કપરાડા તાલુકામાં 12.6 ઇંચ
  • નાનાપોંઢા તાલુકામાં 11.46 ઇંચ
  • વલસાડ તાલુકામાં 11.22 ઇંચ
  • પારડી તાલુકામાં 10.16 ઇંચ
  • ધરમપુર તાલુકામાં 8.35 ઇંચ
  • વાપી તાલુકામાં 6.46 ઇંચ

વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં કાલે રજા

વલસાડમાં અતિભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ 23 જુલાઈ, 2026ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. જેમાં વિદ્યાર્થીનું શિક્ષણકાર્ય ન બગડે તે માટે શક્ય જણાય તો ઓનલાઇન માધ્યમથી શિક્ષણ પૂરું પાડવા જણાવાયું છે.

image.png

દમણ અને દાદરા નગર હવેલીમાં પણ શાળાઓમાં રજા

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદી માહોલ છે. ભારે વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને દમણ અને દાદરા નગર હવેલીની તમામ શાળા કૉલેજોમાં આવતીકાલે ગુરુવારે રજા જાહેર કરવામાં આવી છે.

image.png

જુઓ ક્યાં-કેટલો વરસાદ

image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png