Valsad

વાપીમાં પોલીસનો વચેટિયો રૂ.5 હજારની લાંચ લેતા પકડાયો : ગુજરાત બોર્ડર પર દારૂના નશામાં પકડાયા બાદ કેસ નહી કરવા રૂપિયાની ડિમાન્ડ

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
વલસાડ ACBએ વાપીના કરવડ પાસેથી પોલીસના વચેટિયા દિપક પટેલને ₹5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો. ફરિયાદી અને મિત્ર દારૂના નશામાં પકડાયા બાદ કેસ ન કરવા માટે દિપકે ₹10 હજાર માંગ્યા હતા. રકઝકના અંતે ₹5 હજાર નક્કી થયા હતા. ACBએ છટકું ગોઠવી દિપકને પકડ્યો, પરંતુ તેણે કોના કહેવાથી લાંચ માંગી તે રહસ્ય અકબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીમાં પોલીસનો વચેટિયો રૂ.5 હજારની લાંચ લેતા પકડાયો : ગુજરાત બોર્ડર પર દારૂના નશામાં પકડાયા બાદ કેસ નહી કરવા રૂપિયાની ડિમાન્ડ

Valsad Bribe Case : વલસાડ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ વાપીના કરવડ ખાતે પોલીસના વચેટિયાને રૂ.૫ હજારની લાંચ લેતા પકડી પાડયો હતો. ગુજરાત બોર્ડર પર ફરિયાદી અને મિત્ર દારૂના નશામાં પકડાયા બાદ પોલીસ ચોકીમાં લઇ જવાયા હતા. બાદમાં પોલીસના વચેટિયા દિપક જીવણભાઇ પટેલ (રહે. કોળીવાડ, વાપી) એ કેસ નહીં કરવા રૂ.10 હજારની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂ.5 હજાર આપવાનું નક્કી કરાયું હતું.
જો કે શખ્સ અને માત્ર લાંચની કરાયેલી માંગણીને વશ નહીં થવા અને નાણાં નહી આપવા નક્કી કરી વલસાડ લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફરિયાદ કરી હતી. જેને પગલે ગઇકાલે બુધવારે બુધવારે વલસાડ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખાના પી.આઇ. જે.આર.ગામીત અને ટીમે છટકુ ગોઠવ્યું હતું. તે દરમિયાન કરવડ ખાતે સાંઇવિહાર રેસીડન્સીમાં આવેલી દુકાન નજીક ફરિયાદીએ દિપક પટેલને રૂ.5 હજાર આપ્યા હતા. જો કે એસીબીની ટીમ દોડી જઇ દિપકને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયો હતો. એસીબીએ આરોપીની ધરપકડ કરી હતી. જો કે વચેટિયા દિપકે કોના કહેવાથી નાણાની માંગણીકરી સ્વિકાર કર્યા તે બહાર આવી શકયું નથી.