વાપીના ચલાની ફેન્ડસ બેકરીના કાઉન્ટરમાં વંદો રખડતો દેખાતા હંગામો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi News : વાપીના ચલા વિસ્તારમાં આવેલી બેકરીના કાઉન્ટરમાં વંદો ફરતો દેખાતા ખરીદી કરવા આવેલા ગ્રાહકે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે કર્મચારીએ ગ્રાહક સામે જ પગ વડે વંદાને કચડી નાંખ્યો હતો. વિડિયો વાયરલ થતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કર્યા બાદ સેમ્પલો લઇ બેકરી બંધ કરાવી નોટિસ આપી હતી.
વાપીના ચલા સ્થિત ફ્રેન્ડ્સ બેકરીમાં એક ગ્રાહક જ્યારે વાનગીઓ ખરીદવા ગયો ત્યારે તેની નજર કાચના ડિસ્પ્લે કાઉન્ટર પર પડી હતી. કાઉન્ટરની અંદર મુકેલી ખાદ્યસામગ્રી પર જીવંત વંદો (કોકરોચ) રખડતો દેખાતાં ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.
આ દરમિયાન બેકરીના કર્મચારીએ જે ટ્રે પર વંદો હતો તેને બહાર કાઢી હતી. ગ્રાહક સામે પોતાના પગ વડે કચડીને મારી નાખ્યો હતો. કર્મચારીના આ અણઘડ અને અસ્વચ્છ વલણથી ગ્રાહક વધુ રોષે ભરાયો હતો. આ ધટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વિડિયો વાયરલ થયા બાદ આજે બુધવારે વલસાડ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ બેકરીમાં પહોંચી તપાસ આદરી હતી. ટીમે ખાદ્ય પદાર્થના સેમ્પોલો પણ લીધા હતા. બાદમાં બેકરીમાં પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ નહી હોવા અને અન્ય ક્ષતિઓ મળી આવી હતી. જેને પગલે અધિકારીની ટીમે ફેન્ડસ બેકરી બંધ કરાવી ઇમપ્રૂવમેન્ટ નોટિસ ફટકારી છે.




