ઉમરગામ તાલુકાના નારગોલ બીચ સ્વચ્છતા માટે જનઅભિયાન હાથ ધરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi: ઉમરગામ તાલુકાના નારગોલ બીચ કિનારે તણાઇ આવેલા કચરાના નિકાલ અને સ્વચ્છતા માટે આજે રવિવારે જનઅભિયાન હાથ ધરાયું હતું. કલેક્ટરના નેજા હેઠળ શાળાના વિદ્યાર્થીઓ સહિત એક હજાર વધુ લોકો જોડાય સેંકડો ટન કચરો ઉઠાવાયો હતો. કલેક્ટરે વહીવટીતંત્ર દ્વારા માસ મુમેન્ટ બનાવી મહિનામાં એક દીવસ શ્રમદાન કરી કચરાનો નિકાલ કરાશે જણાવ્યું હતું.
ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારે ચોમાસામાં ભરતીને કારણે તણાઇ આવેલા કચરાના કારણે દરિયા કિનારાની સોંદર્યતામાં ઘટાડો થાય છે. દરિયા કિનારાની સોંદર્યતા જાળવવા અને સ્વચ્છતાને લઇ આજે રવિવારે દરિયા કિનારે સ્વચ્છતા જન અભિયાન હાથ ધરાયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાનના નેજા હેઠળ શાળા વિદ્યાર્થીઓ, વિવિધ એનજીઓના સભ્યો, ગામલોકો સહિત એક હજારથી વધુ લોકો જોડાય સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. કલાકો સુધી હાથ ધરાયેલા આ અભિયામાં સેંકડો ટન કચરો ઉઠાવાયો હતો.
જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાને જણાવ્યું હતું કે જિલ્લામાં બે સ્થળે ર્દુભાગગ્ય પૂર્ણ રીતે મોટા પ્રમાણ કચરો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નારગોલ દરિયા કિનારે અભિયાન હાથ ધરાયું હતું. વહીવટીતંત્ર દ્વારા માસ મુમેન્ટ બનાવી કચરાનો નિકાલ કરાશે. વધુમાં તેઓએ મહિનામાં એકવાર દરિયાકિનારે શ્રમદાન કરી દરિયા કિનારે સ્વચ્છ રાખવામાં આવશે એમ જણાવ્યું હતું.









