Valsad

વાપી GIDCની કંપનીના પાણીના ટાંકામાં પડેલા 5 ફૂટ લાંબા ઝેરી રેડ સ્નેકનું રેસ્ક્યૂ : જીવદયાપ્રેમીએ CPR આપી નવજીવન આપ્યું

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
વાપી GIDCની IGCL કંપનીના ETP પ્લાન્ટમાં લાલ સાપ કેમિકલવાળું પાણી પીને બેહોશ થઈ ગયો હતો. જીવદયા પ્રેમી સંજય પવારે સાપને બહાર કાઢી 2 મિનિટ સુધી CPR આપી નવજીવન બક્ષ્યું. બાદમાં તેને સુરક્ષિત જંગલમાં છોડી દેવાયો હતો. શુક્રવારે ચલા અને દમણગંગા પાર્કમાંથી 2 કોબ્રાનું પણ રેસ્ક્યુ કરાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપી GIDCની કંપનીના પાણીના ટાંકામાં પડેલા 5 ફૂટ લાંબા ઝેરી રેડ સ્નેકનું રેસ્ક્યૂ : જીવદયાપ્રેમીએ CPR આપી નવજીવન આપ્યું

Vapi News : વાપી GIDCમાં આવેલી કંપનીના ઇટીપી પ્લાન્ટમાં રેડ સ્નેક (સાપ) પડ્યા બાદ પાણી પી જવાથી બેહોશ થઇ ગયો હતો. જીવદયાપ્રેમીએ સાપનું રેસ્ક્યૂ કરી કૃત્રિમ શ્વાસ (સીપીઆર) આપી નવજીવન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપી જીઆઇડીસીના ફર્સ્ટ ફેજમાં આઇજીસીએલ નામક કંપની આવેલી છે.
ગઇકાલે શુક્રવારે ઇટીપી પ્લાન્ટમાં પાંચ ફૂટ લાંબો ઝેરી રેડ સ્નેક (સાપ) ઘુસી જતા અફરાતફરી મચી ગઇ હતી. બાદમાં કંપનીના અધિકારીએ જીવદયાપ્રેમી સંજય પવારને જાણ કરી હતી. સંજય પવારે ઇટીપી પ્લાન્ટની ટાંકીમાંથી સાપને બેહોશ હાલતમાં બહાર કાઢયો હતો. સંજય પવારે બેહોશ સાપને નવજીવન આપવા બે મિનિટ સુધી કૃત્રિમ શ્વાસ (સીપીઆર) આપી બચાવવા ભારે પ્રયાસ કર્યો હતો. આખરે ઝેરી ગણાતા ધારણ સાપને હોંશ આવી ગયો હત. સંજય પવારે સાપને નવજીવન આપી તેને સુરક્ષિત જંગલમાં છોડી દેવાયો હતો.
સંજય પવાર સાથે થયેલી વાતચીતમાં કંપનીની ટાંકીમાં સાપ પડી ગયા બાદ કેમિકલ પાણી પી જતા બેહોશ થઇ ગયો હતો. જો કે સાપને બહાર કાઢી કૃત્રિમ શ્વાસ આપી બચાવી લેવાયું જણાવી આ સાપ કોઇ વ્યક્તિને કરડે તો 24 કલાક સુધી સારવાર લેવી પડે છે એમ ઉમેરી ગઇકાલે શુક્રવારે ચલાના ભાઠેલા પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી ખુલ્લી જમીન અને વાપીના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એક કંપનીમાં બે ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરાયું હોવાનું જણાવ્યું હતું.