Utility

LPG થી લઇને એરપોર્ટ સુધી... 1 સપ્ટેમ્બરથી થશે 5 મોટા ફેરફાર, તમારા પર ખિસ્સા પર થશે અસર

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે, જે રસોડાના બજેટને અસર કરશે. 31 ઓગસ્ટ સુધી LPG e-KYC ન કરાવનારને સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડશે. આ ઉપરાંત, ATF, CNG-PNG ના દરો અને ટાટા-હ્યુન્ડાઈની કારના ભાવ પણ વધશે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને એરપોર્ટ પર ઈમિગ્રેશન પ્રક્રિયામાં રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG થી લઇને એરપોર્ટ સુધી... 1 સપ્ટેમ્બરથી થશે 5 મોટા ફેરફાર, તમારા પર ખિસ્સા પર થશે અસર

Rule Change From 1st September : 1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે, જે રસોડાના બજેટને અસર કરશે. 31 ઓગસ્ટ સુધી LPG e-KYC ન કરાવનારને સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડશે. આ ઉપરાંત, ATF, CNG-PNG ના દરો અને ટાટા-હ્યુન્ડાઈની કારના ભાવ પણ વધશે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને એરપોર્ટ પર ઈમિગ્રેશન પ્રક્રિયામાં રાહત મળશે.

LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર

દર મહિનાની 1 તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. 1 સપ્ટેમ્બરે પણ નવા દરો જાહેર કરવામાં આવશે, જે સીધી રીતે રસોડાના બજેટ પર અસર પાડશે. ઓગસ્ટ મહિનાની 1 તારીખે કંપનીઓએ 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 202 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, જ્યારે 14.2 કિલોના ઘરગથ્થુ સિલિન્ડરના ભાવ સ્થિર રાખ્યા હતા. આ વખતે ભાવ વધે છે કે ઘટે છે તેના પર સૌની નજર રહેશે.

LPG e-KYC પૂર્ણ કરવાની છેલ્લી તક

ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર નિયમિતપણે મેળવવા માટે ઇ-કેવાયસી (e-KYC) પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. IOCL, BPCL અને HPCL એ e-KYC ની અંતિમ તારીખ 23 ઓગસ્ટથી વધારીને 31 ઓગસ્ટ કરી હતી. જો 31 ઓગસ્ટ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો 1 સપ્ટેમ્બરથી સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અથવા મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવો પડી શકે છે.

ATF તેમજ CNG-PNG ના નવા દરો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાના પહેલા દિવસે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના દરો પણ સુધારે છે. એટીએફના ભાવમાં થતા ફેરફારની સીધી અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડે છે. 1 સપ્ટેમ્બરના રોજ એટીએફના નવા દરો સાથે સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના ભાવમાં પણ સુધારો જોવા મળી શકે છે, જેનાથી વાહનચાલકો અને રસોડાના ગેસ વપરાશકર્તાઓ પર અસર પડશે.

ટાટા અને હ્યુન્ડાઈની કાર ખરીદવી થશે મોંઘી

નવા મહિનાની શરૂઆત કાર પ્રેમીઓ માટે આંચકાજનક રહેશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ 1 સપ્ટેમ્બર 2026 થી પોતાની તમામ કાર અને SUV ની કિંમતોમાં 25,000 રૂપિયા સુધીનો વધારો કરવા જઈ રહી છે. આ ભાવવધારો પેટ્રોલ-ડીઝલ (ICE) અને ઇલેક્ટ્રિક વાહનો (EV) બંને મોડેલો પર લાગુ થશે. આ સિવાય હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ પણ પોતાની કારના ભાવમાં આ વર્ષનો 3જો વધારો કરવાની જાહેરાત કરી છે.

એરપોર્ટ ઈમિગ્રેશન પ્રક્રિયામાં રાહત

1 સપ્ટેમ્બરથી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા હવાઈ યાત્રીઓ માટે એક રાહતના સમાચાર છે. રિપોર્ટ મુજબ, ભારતથી વિદેશ જતા મુસાફરોને હવે ઈમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની જરૂર રહેશે નહીં. મુસાફરો મોબાઈલમાં ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને ઈમિગ્રેશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકશે, જેનાથી એરપોર્ટ પર સમયની મોટી બચત થશે.