Utility

ફક્ત 20 રૂપિયાના પ્રીમિયમમાં 2 લાખનું કવરેજ, કેન્દ્ર સરકારની આ સ્કીમનો લાભ લીધો કે નહીં?

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
મોદી સરકારે માત્ર 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ પૂરું પાડતી 'પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના' લોન્ચ કરી છે. 18 થી 70 વર્ષના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. અકસ્માતમાં મૃત્યુ કે સંપૂર્ણ અપંગતા પર 2 લાખ, જ્યારે આંશિક અપંગતા પર 1 લાખ રૂપિયાનું કવચ મળે છે. અત્યાર સુધીમાં કરોડોના ક્લેમ ચૂકવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફક્ત 20 રૂપિયાના પ્રીમિયમમાં 2 લાખનું કવરેજ, કેન્દ્ર સરકારની આ સ્કીમનો લાભ લીધો કે નહીં?

Pradhan Mantri Suraksha Bima Yojana 2026 : સામાન્ય રીતે કોઈપણ વીમા પોલિસી લેવા માટે હજારો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે, પરંતુ કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર માત્ર 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું અકસ્માતી વીમા કવર પૂરું પાડે છે. વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના (PMSBY) દેશમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકોને આર્થિક સુરક્ષા આપવાના હેતુથી સરકાર દ્વારા આ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દુર્ઘટનામાં મૃત્યુ થવા કે અપંગતા આવવા પર સરકાર દ્વારા નક્કી કરાયેલી કવરેજ રકમ આપવામાં આવે છે.

યોજનાના મહત્ત્વના નિયમો અને કવરેજ રકમ

વડાપ્રધાન સુરક્ષા વીમા યોજનામાં નોંધાયેલી વ્યક્તિનું જો અકસ્માતમાં મૃત્યુ થાય અથવા તે સંપૂર્ણપણે વિકલાંગ બને, તો 2 લાખ રૂપિયાનું કવર ચૂકવવામાં આવે છે. જ્યારે કોઈ દુર્ઘટનામાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય, તો સરકાર દ્વારા 1 લાખ રૂપિયાનું આર્થિક કવરેજ પૂરું પાડવામાં આવે છે. 18 થી 70 વર્ષ સુધીની ઉંમર ધરાવતી કોઈપણ વ્યક્તિ આ સ્કીમનો લાભ લઈ શકે છે. આ યોજનાને દર વર્ષે રિન્યૂ કરવાની હોય છે. મોંઘવારીના આ સમયમાં 20 રૂપિયા બચાવીને પરિવાર માટે 2 લાખ રૂપિયાની સરકારી ગેરંટી ધરાવતી આર્થિક સુરક્ષા મેળવી શકાય છે.

ઓટો ડેબિટ સુવિધા અને બેંક ખાતાની શરતો

આ સરકારી વીમા યોજનાનો લાભ લેવા માટે સક્રિય બેંક ખાતું હોવું અનિવાર્ય છે. જો તમારી પાસે 1 થી વધુ બેંક ખાતાઓ હોય, તો પણ તમે માત્ર 1 બેંક ખાતા પરથી જ આ યોજનાનું કવરેજ મેળવી શકો છો. યોજના હેઠળ રજિસ્ટ્રેશન પીરિયડ 1 જૂનથી 31 મે સુધીનો હોય છે. દર વર્ષે 1 જૂન અથવા તે પહેલાં તમારા બેંક ખાતામાંથી 'ઓટો ડેબિટ' સુવિધા દ્વારા 20 રૂપિયાનું પ્રીમિયમ સીધું જ કપાઈ જાય છે. આથી તમારા બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછી 20 રૂપિયાની રકમ જાળવી રાખવી જરૂરી છે.

સરકારે અત્યાર સુધી કર્યું કરોડો રૂપિયાનું ક્લેમ પેમેન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 મે 2015 ના રોજ આ યોજના લોન્ચ કરી હતી. સરકારી આંકડાઓ અનુસાર, યોજનાની શરૂઆતથી મે 2024 સુધીમાં સરકારને કુલ 1,80,812 દાવાઓ મળ્યા હતા, જેમાં 1,37,404 દાવાઓનું સફળ સેટલમેન્ટ કરીને 2,728.85 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે જૂન 2024 થી 16 એપ્રિલ 2025 સુધીમાં આ યોજનામાં 36.86 કરોડ નવા નામો ઉમેરાયા હતા. આ સમયગાળા દરમિયાન 33,906 દાવાઓમાંથી 19,024 દાવાઓનું સેટલમેન્ટ કરીને સરકારે 377.73 કરોડ રૂપિયાની રકમ ક્લેમ પેમેન્ટ પેટે ચુકવી છે.