બીજાના નામે SIM ખરીદનારા સાવધાન, 3 વર્ષની જેલ અને 50 લાખ સુધીના દંડની જોગવાઈ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Using Fake IDs For SIM Cards Invites 3-Year Jail: આજના ડિજિટલ યુગમાં સીમ કાર્ડ માત્ર વાતચીતનું માધ્યમ નથી રહ્યું, પરંતુ બૅંક એકાઉન્ટથી લઈને UPI, OTP અને તમામ મહત્ત્વપૂર્ણ ઓનલાઇન સેવાઓ મોબાઇલ નંબર સાથે જોડાયેલી હોય છે. આવા સમયે જો કોઈ સીમનો દુરુપયોગ કરવામાં આવે અથવા કોઈ અન્ય વ્યક્તિના ઓળખપત્રોનો ઉપયોગ કરીને સીમ ખરીદવામાં આવે, તો તે ગંભીર કાનૂની ગુનો બને છે. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ(DoT) એ સપ્ટેમ્બર 2026માં જારી કરેલી એડવાઇઝરીમાં જણાવ્યું છે કે નકલી દસ્તાવેજો કે ઓળખ દ્વારા સીમ કાર્ડ મેળવવું અને ટેલિકોમ આઇડેન્ટિફાયરનો ખોટો ઉપયોગ કરવો કાયદા હેઠળ મોટો ગુનો છે.
ટેલિકોમ્યુનિકેશન ઍક્ટ, 2023 શું કહે છે?
- સેક્શન 42(3)(e): જો કોઈ વ્યક્તિ છેતરપિંડી આચરીને કે અન્ય વ્યક્તિની ખોટી ઓળખ રજૂ કરીને સીમ કાર્ડ મેળવે છે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
- સજા અને દંડની જોગવાઈ: આ ગુના બદલ દોષિતને 3 વર્ષ સુધીની જેલ, ₹50 લાખ સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. (નોંધ: ₹50 લાખ એ મહત્તમ મર્યાદા છે).
- સાથ આપનારાઓ પણ નહીં બચે: સેક્શન 42(6) અનુસાર, આવા કાવતરામાં મદદ કરનાર, પ્રયાસ કરનાર કે ષડયંત્ર રચનાર સામે પણ સમાન કડક કાર્યવાહી અને સજાની જોગવાઈ છે.
તમારા નામે કેટલા સીમ ઍક્ટિવ છે? આ રીતે કરો ચેક
તમારા ઓળખપત્રોનો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા દુરુપયોગ ન થઈ રહ્યો હોય તેની ખાતરી કરવા માટે DoT નાગરિકોને નિયમિતપણે કનેક્શન તપાસવાની સલાહ આપે છે. ભારત સરકારના સત્તાવાર 'સંચાર સાથી' પોર્ટલ કે એપ પર જાઓ. ત્યાં તમારો મોબાઇલ નંબર દાખલ કરી OTP દ્વારા લોગિન કરો. તમારા નામ કે દસ્તાવેજો પર ચાલી રહેલા તમામ મોબાઇલ નંબરોની યાદી સામે આવશે. જો યાદીમાં કોઈ એવો અજાણ્યો નંબર દેખાય જે તમે નથી લીધો, તો પોર્ટલ પરથી જ તરત તેની માહિતી રિપોર્ટ કરી શકાય છે.




