Utility

ઘરે બેઠાં મોબાઈલ પર બનાવો રેશન કાર્ડ, ધક્કા ખાવાથી મુક્તિ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
ડિજિટલાઇઝેશનના યુગમાં હવે રેશન કાર્ડ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. નાગરિકો હવે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. રાજ્યના ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર આધાર કાર્ડ, આવકનો દાખલો જેવા દસ્તાવેજો અપલોડ કરી શકાય છે. વેરિફિકેશન બાદ 15થી 30 દિવસમાં ઈ-રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરે બેઠાં મોબાઈલ પર બનાવો રેશન કાર્ડ, ધક્કા ખાવાથી મુક્તિ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

Ration Card Apply Online: ભારતમાં ડિજિટલાઇઝેશનને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે જે કામો માટે પહેલા સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડતા હતા, તે હવે ઘરે બેઠા ખૂબ જ સરળતાથી થઈ રહ્યા છે. રેશન કાર્ડ વિતરણ પ્રણાલીને પણ સતત અપડેટ કરવામાં આવી રહી છે, જેમાં બાયોમેટ્રિક સિસ્ટમ ઉમેરવામાં આવી છે. રેશન કાર્ડ માત્ર મફત અનાજ મેળવવા માટે જ નહીં, પરંતુ એક મહત્ત્વપૂર્ણ ઓળખ પત્ર (ID Proof) તરીકે પણ ઉપયોગી છે. હવે નવું રેશન કાર્ડ બનાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે કોઈ એજન્ટને વધારાના પૈસા આપવાની જરૂર નથી, કારણ કે આ આખી પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે.

રેશન કાર્ડ બનાવવા માટે કયા કયા દસ્તાવેજો જરૂરી?

ઓનલાઈન રેશન કાર્ડ માટે અરજી કરતી વખતે કેટલાક મુખ્ય દસ્તાવેજો આપવાના રહે છે. જેમાં પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ આપવા જરૂરી છે, જેમના નામ રેશન કાર્ડમાં ઉમેરવાના હોય. આ ઉપરાંત, અરજદારનું ઓળખ પત્ર, આવકનું પ્રમાણપત્ર (ઈન્કમ સર્ટિફિકેટ), બેન્ક એકાઉન્ટની વિગત અને પરિવારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાનો રહે છે.

રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • નવા રેશન કાર્ડ માટે અરજી કરવા માટે સૌથી પહેલાં તમારા રાજ્યના 'ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ' (અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ)ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યાં 'નવા રેશન કાર્ડ રજીસ્ટ્રેશન'નો વિકલ્પ પસંદ કરીને તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP દ્વારા વેરિફિકેશન કરવાનું રહેશે.
  • ત્યારબાદ ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો જેવી કે પરિવારના સભ્યોની માહિતી, સરનામું અને આવકની વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
  • ફોર્મ સબમિટ કર્યા પછી મળતો 'રેફરન્સ નંબર' સાચવીને રાખવો, જેના દ્વારા અરજીનું સ્ટેટસ ચેક કરી શકાશે.

વેરિફિકેશન બાદ 15થી 30 દિવસમાં મળશે ઈ-રેશન કાર્ડ

ઓનલાઈન અરજી સબમિટ થયા બાદ સંબંધિત ક્ષેત્રના ફીલ્ડ ઓફિસર (તપાસ અધિકારી) દ્વારા આપવામાં આવેલી વિગતોનું વેરિફિકેશન કરવામાં આવશે. તમામ વિગતો યોગ્ય જણાયા બાદ સામાન્ય રીતે 15થી 30 દિવસની અંદર નવું રેશન કાર્ડ મંજૂર કરી દેવામાં આવે છે. અરજી અપ્રૂવ થતા જ નાગરિકો પોતે વેબસાઈટ પરથી જ પોતાનું 'ઈ-રેશન કાર્ડ' ડાઉનલોડ કરી શકે છે.