Tantri Lekh

પાકની જાસૂસી માયાજાળ

By GS Team
11 Oct 20263 mins read
TukuTouch Logo
પાકિસ્તાની જાસૂસી નેટવર્કે ભારતીય સેનાના પૂર્વીય નૌકાદળ કમાન્ડને નિશાન બનાવી હની-ટ્રેપ દ્વારા સંવેદનશીલ માહિતી મેળવી. આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલે 10 રાજ્યોની પોલીસ સાથે "ઓપરેશન ફાયરવોલ" ચલાવી 13 નૌકાદળના કર્મચારીઓ સહિત 18 શંકાસ્પદોને ઝડપી પાડ્યા. ફેસબુક અને વોટ્સએપ પર મહિલાઓ બની જાળ બિછાવી, ક્રિપ્ટોકરન્સીથી ચૂકવણી કરાઈ હતી. આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકની જાસૂસી માયાજાળ

એ વાસ્તવ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક ભારતીયો, થોડા પૈસા અને અનિયંત્રિત જાતીય ઇચ્છાઓથી પ્રેરાઈને, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયેલા જોવા મળે છે. તેઓ પૈસા અને કામાયની સ્ત્રીઓ તરફની પોતાની જ લાલસાના શિકાર બની જાય છે. એનું પ્રમાણ અલ્પ હોવા છતાં એના પરિણામો ભારે વિકરાળ આવતા હોય છે. એટલે એ અલ્પ હોવા છતાં રાષ્ટ્ર માટે અતિશય ગંભીર ખતરો બની જાય છે. જ્યારે દેશના સશસ્ત્ર દળોમાં આ કિસ્સાઓ ઉદભવે છે, તો મામલો અત્યંત ગંભીર બની જાય છે. નૈતિકતા અને દેશભક્તિ છોડીને દુશ્મનને સંવેદનશીલ માહિતી આપવા માટે કેટલાક વ્યક્તિઓને શું મજબૂર કરવામાં આવે છે? દેશમાં આવા કિસ્સાઓ વારંવાર બહાર આવે છે જ્યાં પાકિસ્તાન દ્વારા મહિલાઓનો ઉપયોગ કરીને સૈનિકોને હની-ટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે. કેટલાક સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આ વલણ હજુ પણ યથાવત છે.
તાજેતરમાં, પાકિસ્તાની ષડયંત્ર દ્વારા સંચાલિત એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ જાસૂસી નેટવર્ક ભારતીય સૈન્યના પૂર્વીય નૌકાદળ કમાન્ડને નિશાન બનાવી રહ્યું હતું. આ ભેદી ષડયંત્રના ઘટસ્ફોટ પછીના ખુલાસાઓએ રાષ્ટ્રીય સુરક્ષા માટે નવેસરથી ચેતવણીની ઘંટડી વગાડી છે. આ ગંભીર પ્રકરણ દર્શાવે છે કે દેશની રાષ્ટ્રીય સુરક્ષામાં માત્ર આધુનિક ટેકનોલોજીથી જ નહીં, પરંતુ માનવ ચારિત્ર્યની નબળાઈઓથી પણ ખતરો ઊભો થઈ શકે છે. પાકિસ્તાની લશ્કરી અને ગુપ્તચર એજન્સીઓના આ નેટવર્કની હદ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલે, નેવલ ઇન્ટેલિજન્સ, આતંકવાદ વિરોધી ટુકડી અને ૧૦ રાજ્યોની પોલીસ સાથે મળીને ઓપરેશન ફાયરવોલ નામે એક ગુપ્ત તપાસ અભિયાન હાથ ધર્યું હતું. વ્યાપક તપાસ પછી, ૧૮ શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી હતી. સામેલ વ્યક્તિઓમાંથી ૧૩ નૌકાદળના કર્મચારીઓ હતા. હકીકતમાં, પાકિસ્તાનના આ જાસૂસી કાવતરાને આધુનિક અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અંજામ આપવામાં આવ્યો હતો
પાકિસ્તાની ગુપ્તચર કર્મચારીઓ નકલી ઓળખનો ઉપયોગ કરતા હતા અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મહિલાઓનું છદ્મ રૂપ ધરીને મીઠી મોહપાશની જાળ બિછાવતા હતા. આ કથિત મહિલાઓ નૌકાદળના કર્મચારીઓને ફેસબુકથી વોટ્સએપ પર ખસેડીને તેમને ફસાવતી હતી. પછી, તેમના સંવેદનશીલ સ્થળોનો ઉપયોગ કરીને અથવા તેમને ડરાવીને નૌકાદળની અતિ ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતીઓ એકત્રિત કરવામાં આવતી હતી. એવો આરોપ છે કે ફેસબુક પર સુંદર મહિલાઓના ફોટા પોસ્ટ કરીને, ખાનગી વાતચીતમાં જોડાઈને, તેમને રોમેન્ટિક રીતે લલચાવીને, કેટલીક પાક ભાડૂતી મહિલાઓની મદદ લઈને વિડિઓ કૉલ દ્વારા પૈસાની ઓફર કરીને લોકોને જાળમાં ફસાવવામાં આવતા હતા. પછી, ફસાયેલા લોકોને લલચાવીને અથવા ડરાવીને, નૌકાદળના જહાજો, સબમરીન, કમાન્ડરો અને ઈતર સંવેદનશીલ સ્થાનો વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ષડયંત્રમાં ભારતીય સિમ કાર્ડ, ચોરાયેલા અથવા શેર કરેલા વોટ્સએપ એક્ટિવેશન ર્ં્ઁ અને ક્રિપ્ટોકરન્સી ચુકવણીઓનો ઉપયોગ સૂચવે છે કે જાસૂસી નેટવર્ક ખૂબ જ સુવ્યવસ્થિત અને માયાવી રીતે કાર્યરત હતું. આપણી સુરક્ષા માટે તૈનાત કેટલાક કમાન્ડો પણ પાકિસ્તાનના જાસૂસી નેટવર્કમાં ફસાયેલા જોવા મળ્યા હતા અને રાષ્ટ્રીય હિતોમાં ગાબડાં પાડી રહ્યા હતા. આવા કિસ્સાઓ ક્યારેક ક્યારેક સમાચારોમાં દેખાય છે. પણ પછી તે વીસરી જવાય છે અને ફરી શત્રુ દેશો દ્વારા જાસૂસીનો નવો દૌર શરૂ થઈ જાય છે. સન ૨૦૧૯ માં, ઓપરેશન ડોલ્ફિન નોઝે પાકિસ્તાનથી કાર્યરત એક આ જ પ્રકારના સમાન રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એ જાસૂસી નેટવર્કની નજર પણ પૂર્વીય નૌકાદળ કમાન્ડ પર હતી. આવી ઘટનાઓનું પુનરાવર્તન દર્શાવે છે કે કાઉન્ટર-ઇન્ટેલિજન્સ કાર્ય ફક્ત ધરપકડ સુધી મર્યાદિત નથી.
તાલીમ પામેલા સુરક્ષા કર્મચારીઓ હની ટ્રેપ અને પૈસાની લાલચનો શિકાર કેવી રીતે બને છે તે સમજવું પણ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયા પછી, ડિજિટલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી શેરિંગ, બહુ-રાજ્ય સંયુક્ત કામગીરી અને જપ્ત કરાયેલા ઉપકરણોની ફોરેન્સિક તપાસથી તપાસકર્તાઓને નેટવર્કને શોધવામાં અને તેના સંદેશાવ્યવહાર અને નાણાકીય સંબંધોને સમજવામાં મદદ મળી છે. તે એક નિર્વિવાદ સત્ય છે કે ફક્ત ટેકનોલોજી જ આપણી સુરક્ષા સુનિશ્ચિત કરી શકતી નથી. ભારતીય સશસ્ત્ર દળોએ સાયબર સુરક્ષા પ્રોટોકોલને મજબૂત બનાવવો.