For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરેન્દ્રનગરના ટ્રાન્સજેન્ડર તરીકે પ્રથમ પ્રમાણપત્ર અને આઈકાર્ડ અપાયાં

- જિલ્લા મેજિસ્ટ્રેટના હસ્તે એનાયત કર્યા

Updated: Jun 10th, 2021

Article Content Image

સુરેન્દ્રનગર : સમાજ સુરક્ષા ખાતુ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નોટિફિકેશન મુજબ સમાજમાં રહેતા વ્યક્તિઓ કે જે સ્ત્રી ન હોય અને પુરૂષ પણ ન હોય અને એ ત્રીજી કેટેગરી એટલે કે, ટ્રાન્સજેન્ડર હોય એવી વ્યક્તિને તેમના અધિકારોના રક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ થકી આવી વ્યક્તિઓને સમાજની મુખ્યધારામાં લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. 

આ અંગે 'ધી ટ્રાન્સજેન્ડર પર્સન - પ્રોટેકશન ઓફ રાઈટ્સ -૨૦૧૯' કાયદો અમલમાં આવેલ છે. કાયદાની જોગવાઈઓ મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરને આવા વ્યક્તિઓને પોતાની જાતિ - લીંગ અને ટ્રાન્સજેન્ડર તરીકે જાહેર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.

જે અંતર્ગત સુરેન્દ્રનગર સમાજ સુરક્ષા કચેરી દ્વારા નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્શન પર આવેલ અરજીની ચકાસણી કરવામાં આવેલ અને ટ્રાન્સજેન્ડર - પાયલ ધુડાભાઈ રાઠવાને સુરેન્દ્રનગરના ટ્રાન્સજેન્ડર તરીકેનું પ્રથમ પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ સુરેન્દ્રનગર જીલ્લા મેજીસ્ટ્રેટ અને જીલ્લા કલેકટર કે. રાજેશ દ્વારા એનાયત કરાયું હતું. અ અંગેની સમગ્ર કાર્યવાહી ચીફ ઓફીસર રવિરાજસિંહ ખેર, પ્રોબેશન અધિકારી જયપાલ ચૌહાણ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા દ્વારા કરવામાં આવી હતી.

Gujarat