Surendranagar

સુરેન્દ્રનગર: ચિત્રલાખામાં ખનિજ ચોરી પર રાજકોટ રેન્જ આઇજીની ટીમ ત્રાટકી, ₹23 લાખનો મુદ્દામાલ જપ્ત

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનિજ ચોરી પર રાજકોટ રેન્જની ટીમે લાલઆંખ કરી છે. ચિત્રલાખામાં સરકારી જમીન પર ચાલતા ખોદકામ પર દરોડા પાડી 23.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 370 ટન કોલસો, 3 ટ્રેક્ટર, 3 મોટરસાયકલ અને અન્ય સાધનો ઝડપાયા. સ્થાનિક તંત્રની કથિત સાઠગાંઠથી ચાલતા આ કૌભાંડમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે, જેનાથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગર: ચિત્રલાખામાં ખનિજ ચોરી પર રાજકોટ રેન્જ આઇજીની ટીમ ત્રાટકી, ₹23 લાખનો મુદ્દામાલ જપ્ત

Illegal Mining Raid in Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે ખનિજ ચોરી પ્રવૃત્તિઓ પર આખરે રાજકોટ રેન્જની ટીમે લાલઆંખ કરી છે. ચિત્રલાખા વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન પર મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદે ખોદકામ પર રેન્જ આઇજીની ટીમે ઓચિંતા દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન ટીમે ઘટનાસ્થળેથી 23.30 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તંત્રની સાઠગાંઠથી ધમધમતું હતું કૌભાંડ!

મળતી માહિતી અનુસાર, ચિત્રલાખામાં આવેલી સરકારી માલિકીની ખરાબાની જમીન પર ખનિજ માફિયાઓ કોઈપણ પ્રકારની મંજૂરી વિના બેફામ ખોદકામ કરી રહ્યા હતા. અહીંથી કિંમતી ગણાતા કાર્બોસેલની ચોરી કરીને તેને કાળાબજારમાં વેચવાનું મોટું નેટવર્ક સક્રિય હતું.

ચર્ચા છે કે આ સમગ્ર કૌભાંડ સ્થાનિક સરકારી વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની છૂપી સાઠગાંઠ અને આશીર્વાદથી જ લાંબા સમયથી ધમધમી રહ્યું હતું, જેના પર છેક રાજકોટથી આવેલી રેન્જની ટીમે પાણી ફેરવી દીધું છે. દરોડા દરમિયાન રેન્જની ટીમે ઘટનાસ્થળેથી ખોદકામ અને હેરફેર માટે ઉપયોગમાં લેવાતા વાહનો અને સાધનો સહિત મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 370 ટન કોલસો, 03 ટ્રેક્ટર અને 3 મોટરસાયકલ, 3 કમ્પ્રેસર અને 1 જનરેટર સહિત કુલ 23,30,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી સીઝ કર્યો છે.

ખનિજ માફિયાઓમાં ફફડાટ

રાજકોટ રેન્જની ટીમની આ ઓચંતી એન્ટ્રીથી સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે ખનિજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને આ રેકેટ પાછળ કયા મોટા માથાઓ સંડોવાયેલા છે અને સ્થાનિક કક્ષાએથી તેમને કોણ પ્રોત્સાહન પૂરું પાડતું હતું તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.