સુરેન્દ્રનગર: સાયલા પોલીસ સ્ટેશનમાંથી બાંગ્લાદેશી મહિલા આરોપી ફરાર, પોલીસ બેડામાં ભારે દોડધામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sayla Police Station: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાંથી આજે (23મી જુલાઈ) વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્યભરમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ચલાવવામાં આવી રહેલા સઘન ચેકિંગ દરમિયાન પકડાયેલી એક બાંગ્લાદેશી મહિલા આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતાં તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.
એક મહિનાથી પોલીસ કસ્ટડીમાં હતી સબીના
મળતી વિગતો અનુસાર, ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા રાજ્યમાંથી ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સાયલા ખાતેથી સબીના મુનશી નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. સબીનાના લગ્ન સ્થાનિક ભરત રાઠોડ સાથે થયા હતા અને તે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સાયલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં હતી. જોકે, આજે (23મી જુલાઈ) વહેલી સવારે સબીના મુનશી ચાલાકીપૂર્વક પોલીસને થાપ આપીને પોલીસ સ્ટેશન પરિસરમાંથી નાસી છૂટી હતી.
NDRF, LCB સહિતની ટીમો તપાસમાં જોતરાઈ
બાંગ્લાદેશી મહિલા આરોપી ફરાર થતાં જ સાયલા પોલીસ તેમજ સુરેન્દ્રનગર LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) સહિતની વિવિધ પોલીસ ટીમો દ્વારા તેને ઝડપી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરીને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સતત બીજા દિવસે કસ્ટડીમાંથી આરોપી નાસવાનો બનાવ
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી જવાની ઘટના સામે આવતાં સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. ગઈકાલની વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી એક આરોપી નાસી છૂટ્યો હતો. સાયલા પોલીસ સ્ટેશનમાંથી એક બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ જતાં પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.









