Surendranagar

મા ચામુંડાના ભક્તો માટે મોટા સમાચાર: ચોટીલા ધામમાં નવરાત્રિ દર્શન-આરતી અને હવનાષ્ટમીનું સમયપત્રક જાહેર

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત પ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિરે નવરાત્રિ મહોત્સવનું સમયપત્રક જાહેર થયું છે. 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન પ્રથમ નોરતે અને આઠમે સવારે 4 વાગ્યે આરતી થશે, જ્યારે અન્ય દિવસોમાં સવારે 5 વાગ્યે આરતી થશે. 18 ઓક્ટોબરે બપોરે 2:30 વાગ્યે હવનનું બીડું હોમાશે. માઈભક્તો વહેલી સવારથી માતાજીના દર્શન કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મા ચામુંડાના ભક્તો માટે મોટા સમાચાર: ચોટીલા ધામમાં નવરાત્રિ દર્શન-આરતી અને હવનાષ્ટમીનું સમયપત્રક જાહેર

Chotila Chamunda Mataji Temple Navratri Aarti Darshan Timings: સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત પ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે આગામી પવિત્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન આરતી અને હવનાષ્ટમી સહિતના ધાર્મિક કાર્યક્રમોના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં માતાજીના પ્રથમ નોરતે તેમજ આઠમની સવારે માતાજીની આરતી સવારે 4 વાગ્યે યોજાશે. જ્યારે બાકીના દિવસની આરતીનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે. આમ, વહેલી સવારથી જ માઈભક્તો માતાજીના દિવ્ય દર્શન અને આરાધના કરી શકશે.

ચોટીલા ચામુંડા માતાજી મંદિર નવરાત્રિ મહોત્સવના સમયપત્રકની જાહેરાત

ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે નવરાત્રિમાં 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન આરતી, હવનાષ્ટમી, ભોજન-પ્રસાદ વ્યવસ્થાને લઈને સમયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પગથિયા દ્વાર સવારની આરતીના 30 મિનિટ પહેલા ખુલશે. સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો રહેશે. જ્યારે હવનાષ્ટમીનો સમયની વાત કરીએ તો, 18 ઓક્ટોબર રોજ ડુંગર ઉપર હવન થશે અને બપોરે 2:30 વાગ્યે બીડું હોમાશે.

નવરાત્રિ દરમિયાન હવનાષ્ટમી સિવાયના આઠ નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન-પ્રસાદનો સમય બપોરે 11 થી 2 વાગ્યાનો રહેશે. જ્યારે હવનાષ્ટમીના દિવસે ભોજન-પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે 3 વાગ્યાનો રહેશે. આમ, પવિત્ર નવરાત્રિમાં ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળશે.