Surat

સુરત પાલિકાના ઉધના ઝોનમાં 30 ઓક્ટોબરે પાણીકાપ, અનેક વિસ્તારોમાં સાંજનો પુરવઠો બંધ

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકાના ઉધના ઝોનના ચીકુવાડી જળવિતરણ મથકે 30 ઓક્ટોબરે મુખ્ય પાણીની લાઇનમાં નવો વાલ્વ મૂકવા અને ભૂગર્ભ ટાંકીઓની સફાઈ કરાશે. આથી, જૂના બમરોલી, ગોવાલક અને નવા બમરોલી સહિતના વિસ્તારોમાં સાંજે પાણીકાપ રહેશે. 31 ઓક્ટોબરે સવારે પાંડેસરા અને હરિનગરમાં ઓછા પ્રેશરથી પાણી મળશે. પાલિકાએ લોકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાના ઉધના ઝોનમાં 30 ઓક્ટોબરે પાણીકાપ, અનેક વિસ્તારોમાં સાંજનો પુરવઠો બંધ

Surat Corporation : સુરત પાલિકાના ઉધના ઝોનના અનેક વિસ્તારોમાં આગામી શુક્રવાર, 30 ઓક્ટોબરે પાણીકાપ રહેશે. ચીકુવાડી જળવિતરણ મથકે મુખ્ય પાણીની લાઇનમાં નવો વાલ્વ મૂકવા અને ભૂગર્ભ ટાંકીઓની સફાઈ કરવાની હોવાથી જૂના બમરોલી, ગોવાલક અને નવા બમરોલી સહિતના વિસ્તારોમાં સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. આ કામગીરીની અસર બીજા દિવસે એટલે કે 31 ઓક્ટોબરે સવારે પણ જોવા મળશે. પાંડેસરા અને હરિનગર સહિતના વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા નહીંવત પાણી મળવાની શક્યતા હોવાથી પાલિકાએ લોકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે.
પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ઉધના ઝોન-એના ચીકુવાડી જળવિતરણ મથકની બહાર 1219 મીમી વ્યાસની મુખ્ય પાણીની લાઇન પર નવો વાલ્વ મૂકવાની કામગીરી હાથ ધરાશે. તેની સાથે જળવિતરણ મથકની ભૂગર્ભ ટાંકીઓની સફાઈ પણ કરવામાં આવશે. આ કામગીરી શુક્રવારે સવારે 8.30 વાગ્યાથી શરૂ થઈ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
તેના કારણે 30 ઓક્ટોબરે સાંજે જૂના બમરોલી, ગોવાલક, આશાપુરી સોસાયટી, અપેક્ષાનગર, અંબિકાનગર, દેવેન્દ્રનગર, ગણપતનગર, કરશનનગર અને કર્મયોગી સોસાયટીમાં પાણી મળશે નહીં. આ ઉપરાંત ટી.પી.-58ના નવા બમરોલી વિસ્તારમાં ગીતાનગર, હીરાનગર, હરસિદ્ધિનગર, સત્યનારાયણનગર, જયઅંબેનગર, મરાઠાનગર અને આસપાસના વિસ્તારોમાં પણ પાણીકાપ રહેશે.
બીજી તરફ 31 ઓક્ટોબરે સવારે હરિનગર-1, 2 અને 3, આશાનગર-1 અને 2, જલારામનગર, પટેલનગર, પીયૂષ પોઇન્ટ, પાંડેસરા ગામતળ, હાઉસિંગ બોર્ડ, અવિર્ભાવ સોસાયટી, કૈલાશનગર અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા નહીંવત પાણી મળવાની શક્યતા છે.
પાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોના રહીશોને જરૂરિયાત મુજબ પાણીનો અગાઉથી સંગ્રહ કરવા અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.