Surat

દિવાળી પહેલાં સુરતને મળશે વધુ એક બ્રિજની ભેટ : યોગીચોક-પુણા-મોટા વરાછા વચ્ચે કનેક્ટિવિટી બનશે સરળ

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં દિવાળી પહેલાં વધુ એક બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે. કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન આ બ્રિજનું કામ સમયસર પૂરું કરવા રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અધિકારીઓને સૂચના આપી છે. આ બ્રિજ ડૉ. કનુભાઈ માવાણી બ્રિજ સાથે જોડાશે, જેથી યોગીચોક-પુણાથી મોટા વરાછા તરફ અવરજવર સરળ બનશે અને લક્ષ્મણ નગર-મહાવીર ચોક રોડ પર ટ્રાફિક ઘટશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી પહેલાં સુરતને મળશે વધુ એક બ્રિજની ભેટ : યોગીચોક-પુણા-મોટા વરાછા વચ્ચે કનેક્ટિવિટી બનશે સરળ

Surat Bridge : સુરતમાં દિવાળી પહેલાં વધુ એક બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તૈયારી ચાલી રહી છે. કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન બ્રિજનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા આરોગ્ય રાજ્ય મંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે. ડૉ.કનુભાઈ માવાણી બ્રિજ સાથે આ બ્રિજનું જોડાણ થતાં યોગીચોક અને પુણાથી મોટા વરાછા તરફ અવરજવર વધુ સરળ બનશે. સાથે જ લક્ષ્મણ નગર અને મહાવીર ચોક રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે.
સુરત શહેરમાં માર્ગ પરિવહનને વધુ સુગમ બનાવવા માટે માળખાગત સુવિધાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દિશામાં કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન બ્રિજનું કામ દિવાળી પહેલાં પૂર્ણ કરી તેને નાગરિકો માટે ખુલ્લો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર જઈ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ બ્રિજ ડૉ. કનુભાઈ માવાણી બ્રિજ સાથે જોડાશે. આ જોડાણથી કનેક્ટિવિટી પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનું બાકી રહેલું કામ પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે. બ્રિજ શરૂ થતાં યોગીચોક અને પુણા વિસ્તારથી મોટા વરાછા તરફ જતાં વાહનચાલકોને વધુ સરળ અને અનુકૂળ માર્ગ ઉપલબ્ધ થશે. પરિણામે આ વિસ્તારો વચ્ચેની અવરજવરમાં લાગતો સમય ઘટવાની સાથે વાહનવ્યવહાર પણ વધુ સુગમ બનશે. ખાસ કરીને લક્ષ્મણ નગર અને મહાવીર ચોક રોડ પર વાહનોનું દબાણ ઘટાડવામાં આ બ્રિજ મદદરૂપ બનવાની અપેક્ષા છે.
રોજિંદા કામકાજ, વ્યવસાય અને અન્ય કારણોસર આ વિસ્તારો વચ્ચે અવરજવર કરતા નાગરિકોને વૈકલ્પિક માર્ગ મળવાથી હાલના માર્ગો પર ટ્રાફિકનું ભારણ હળવું થઈ શકશે. વરાછા અને મોટા વરાછા વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનાવવામાં પણ આ બ્રિજ મહત્ત્વનો સાબિત થશે.બ્રિજના નિરીક્ષણ દરમિયાન આરોગ્ય રાજ્ય મંત્રીએ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ થાય, સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જળવાય અને નાગરિકોને વહેલી તકે સુવિધાનો લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. દિવાળી પહેલાં બ્રિજ શરૂ કરવાના આયોજનને પગલે હવે બાકી રહેલી કામગીરી સમયસર પૂર્ણ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.