Surat

સુરત: ડુમસ વિસ્તારમાં એક ફ્લેટમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસના દરોડો, 6 વેપારીઓ ઝડપાયા

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના ડુમસ રોડ પર આવેલા રાજહંસ બેલિઝા બિલ્ડિંગના ફ્લેટમાં મોડી રાત્રે દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની મહેફિલ માણી રહેલા કાપડના 6 વેપારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે 14 બોટલ વિદેશી દારૂ, 8 મોબાઈલ અને 1 કાર સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ડુમસ વિસ્તારમાં એક ફ્લેટમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસના દરોડો, 6 વેપારીઓ ઝડપાયા

Surat Liquor Party: સુરતમાં દારૂબંધીના ધજીયા ઉડાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારની 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગમાં આવેલા એક ફ્લેટમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે મોડીરાત્રે દરોડો પાડ્યો હતો. અહીં વિદેશી દારૂની મહેફિલ માણી રહેલા કાપડના 6 વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ફ્લેટ માલિક સહિત કાપડના 6 વેપારીઓની ધરપકડ

મળતી માહિતી અનુસાર, ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારની જાણીતી 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગના ટાવર-Bના એક ફ્લેટમાં રવિવારે (16મી ઓગસ્ટ)ની મોડીરાત્રે બાતમીના આધારે પોલીસે ફ્લેટમાં દરોડો પાડ્યા હતા. ત્યા કેટલાક કાપડના વેપારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ફ્લેટ માલિક સહિત 6 વેપાની અટકાયત કરી હતી.

ઝડપાયેલા આરોપીઓ

અનુપ પાંપાળિયા (ઉં.વ. 34, ફ્લેટ માલિક), ગોપાલ રાઠી (ઉં.વ. 34), ધીરજ પાંપાળિયા (ઉં.વ. 27), આનંદ પાંપાળિયા (ઉં.વ. 30), મુદસીર માંકડા (ઉં.વ. 34) અને ગગન ચાંડક (ઉં.વ. 24).

10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી 1,07,180 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 14 બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 4,00,000 રૂપિયાની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી 5,00,000 રૂપિયાની કિંમતની 1 કાર પણ જપ્ત કરાઈ છે. આમ, પોલીસે કુલ 10,07,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ 6 વેપારી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.

અગાઉ પણ ડુમસમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પડ્યા હતા દરોડા

ઉલ્લેખનીય છે કે, ડુમસ વિસ્તાર અગાઉ પણ આવી હાઈપ્રોફાઈલ મહેફિલો માટે ચર્ચામાં રહ્યો છે. અગાઉ એક ફાર્મ હાઉસમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટીમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન કરી રહેલી 8 યુવતીઓ અને 14 યુવકો ઝડપાયા હતા.