Surat

સુરત: ડીંડોલી જળવિતરણ મથકની ટાંકીની સફાઈ, લિંબાયત-ઉધના-કનકપુરમાં પાણીકાપ

By GS Team
23 Oct 20264 mins read
TukuTouch Logo
સુરતના લિંબાયત, ઉધના અને કનકપુર ઝોનના વિવિધ વિસ્તારોમાં 27 ઓક્ટોબરે પાણીકાપ રહેશે. ડીંડોલી જળવિતરણ મથકે ભૂગર્ભ ટાંકીની સફાઈને કારણે પાણી પુરવઠો બંધ રહેશે અથવા ઓછા દબાણે મળશે. ભક્તિનગર, ગોડાદરા, ઉન, ભેસ્તાન સહિત 18 ઓવરહેડ ટાંકી હેઠળના વિસ્તારો પ્રભાવિત થશે. પાલિકાએ લોકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ડીંડોલી જળવિતરણ મથકની ટાંકીની સફાઈ, લિંબાયત-ઉધના-કનકપુરમાં પાણીકાપ

Surat: સુરતના લિંબાયત, ઉધના અને કનકપુર ઝોનના અનેક વિસ્તારોમાં આગામી 27 ઓક્ટોબરે પાણીકાપની સ્થિતિ સર્જાશે. ડીંડોલી જળવિતરણ મથક ખાતે ભૂગર્ભ જળ ટાંકી ની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી દક્ષિણ-પૂર્વ ઝોન (લિંબાયત), દક્ષિણ ઝોન-એ (ઉધના) અને દક્ષિણ ઝોન-બી (કનકપુર) હેઠળના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેવાની અથવા ઓછા દબાણથી અને ઓછા જથ્થામાં મળવાની શક્યતા છે. પાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોના રહીશોને અગાઉથી પાણીનો પૂરતો સંગ્રહ કરી કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.

પાલિકાની જાહેરાત મુજબ, 27 ઓક્ટોબરે અલગ અલગ સમયગાળામાં 18 ઓવરહેડ ટાંકીઓ સાથે જોડાયેલા વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થશે. કેટલાક વિસ્તારમાં વહેલી સવારે પાણીની અછત સર્જાશે, જ્યારે અન્ય વિસ્તારોમાં સવારથી બપોર સુધી અથવા સાંજના સમયે પુરવઠો ખોરવાઈ શકે છે. ભક્તિનગર, પ્રિયંકા સીટી, ગોડાદરા, ડિંડોલી, પરવત, ઉન, ભેસ્તાન, બમરોલી, વડોદ અને જીઆવ સહિતના વિસ્તારમાં રહેતા લોકોને પાણીની વ્યવસ્થા અગાઉથી કરી લેવા જણાવાયું છે. પાલિકા દ્વારા જળવિતરણ વ્યવસ્થાની ભૂગર્ભ ટાંકી ની સફાઈ માટે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, એક જ દિવસે વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સમયગાળા માટે પાણી પુરવઠાને અસર થવાની હોવાથી રહીશોએ પોતાની ટાંકીમાં પાણીનો પૂરતો સંગ્રહ રાખવો પડશે. ખાસ કરીને સવારે શાળાએ જતા બાળકો, નોકરી-ધંધે જતા લોકો અને ઘરકામ માટે પાણી પર નિર્ભર પરિવારોને અગવડ પડી શકે છે.

આ વિસ્તારમાં પાણી કાપ રહેશે

ડીંડોલી, ગોડાદરા અને પરવત વિસ્તાર

ESR-SE-1
સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી: ભક્તિનગર, રોયલ પેલેસ, શુભવાટિકા, પ્રિયંકા સિટી-1 અને 2, શિવદર્શન, ગાયત્રીનગર, ખોડિયારનગર, શ્રદ્ધા સોસાયટી અને સુમુખ સર્કલ આસપાસનો વિસ્તાર.

સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી: માનસી રેસિડન્સી, મોદી એસ્ટેટ, મોર્યનગર, યોગેશ્વર પાર્ક, રાધાકૃષ્ણ, ગાંધીનગર, પ્રિયંકા સોસાયટી, ચેતન નગર અને ઠાકોર નગર આસપાસનો વિસ્તાર.

ESR-SE-2
બપોરે 12થી સાંજે 4 વાગ્યા સુધી: ઓમનગર, મિલેનિયમ પાર્ક, ઉમિયા બંગલો, અંબિકાનગર-1 અને 2, મધુરમ સર્કલ, તિરુપતિ નગર, કૃષ્ણકુંજ અને સરસ્વતીનગર.

ESR-SE-3
સવારે 5થી 9 વાગ્યા સુધી: મહાદેવનગર-1થી 5, શ્રી સાઈનગર, હરિદ્વાર, લક્ષ્મીનારાયણ-2, ગોવર્ધન-1 અને 2, યોગેશ્વર પાર્ક, રામી પાર્ક અને ડીંડોલી ગામતળ.

ESR-SE-9
સવારે 9:30થી સાંજે 5:30 વાગ્યા સુધી: ગોડાદરા ગામતળ, માનસરોવર-એ, બી, સી અને ડી, ધીરજનગર-1 અને 2, સ્વામિનારાયણનગર, શિવસાગર, ભાવના પાર્ક-1 અને 2, શિવપાર્ક, દેવીકૃપા, વૃંદાવન, મહાપ્રભુ નગર રો હાઉસ, કેસર ભવાની, મધુસુદન, શામળા રો હાઉસ, પટેલ નગર, કૃષ્ણા પાર્ક, આસપાસ નગર, ખોડિયારનગર, મહારાણા પ્રતાપ સોસાયટી, પ્રિયંકા-3 અને 4, નીલકંઠનગર, દેવીદર્શન, ઋષિનગર અને પ્રિયંકા મેગાસિટી.

ESR-SE-10
સવારે 6થી 9:30 વાગ્યા સુધી: પરવત ગામતળ, ઉમિયાનગર, પુરુષોત્તમનગર, ચંદ્રલોક સોસાયટી, સ્મિત રો હાઉસ, ઠાકોરનગર, મહેશ્વરી પાર્ક અને ગૃહ સ્વપ્ન.

સાંજે 5:30થી રાત્રે 10:30 વાગ્યા સુધી: ભક્તિનગર, સહજાનંદ, મહાદેવનગર, ડી.કે.નગર, રતન પ્રભા, કલ્પનાનગર, કૈલાસનગર, શિવકૃપા, કુબેરનગર, સુપર સિનેમા રોડની સોસાયટીઓ, દ્વારકેશ નગર, રોશનીનગર અને જિગ્નેશ નગર.

ESR-SE-11
સવારે 6થી બપોરે 12:30 વાગ્યા સુધી: પ્રિયંકા સિટી પ્લસ, જે.બી.નગર, લક્ષ્મી પાર્ક, ધ્રુવ પાર્ક, ગુરુનગર, વીર દર્શન, હરે કૃષ્ણ, વૃંદાવન, માધવ બાગ, નંદનવન, સ્કાય વ્યુ હાઇટ્સ, સ્કાયલોમ હાઇટ્સ અને સેફાયર-8.

ઉન વિસ્તાર

ESR-SE-4 અને 14
સવારે 8:15થી બપોરે 1 વાગ્યા સુધી: ઉન-પશ્ચિમ, ભીંડી બજાર, ઉન ગામતળ અને સાંઈ મોહન સોસાયટી-4.

ESR-SE-5
સવારે 5થી 8 વાગ્યા સુધી: ઉન-પૂર્વમાં રાહત નગર, તિરુપતિ બાલાજી સોસાયટી અને આસપાસનો વિસ્તાર.

રાત્રે 8થી 12 વાગ્યા સુધી: ગભેણી રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝ, સોમનાથનગર અને આસપાસનો વિસ્તાર.

ESR-SE-6
સાંજે 5:30થી રાત્રે 8:30 વાગ્યા સુધી: ડુંડી ગામ, દીપલી ગામ, પ્રાઇમ પોઇન્ટ અને અનુપમ સિટી.

વડોદ, બમરોલી અને ભેસ્તાન વિસ્તાર

ESR-SE-7
સવારે 7:30થી બપોરે 12 વાગ્યા સુધી: વડોદ ગામ, વડોદ આવાસ, આશિષનગર, બાપુનગર, ગણેશનગર, આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટ, સાંઈ મોહન-1 અને 2, મહાવીરનગર, રામનગર, કૃષ્ણાનગર, ગજાનંદ સંકુલ અને ઓમ ઇન્ડસ્ટ્રીઝ.

ESR-SE-8
સવારે 7:30થી બપોરે 12 વાગ્યા સુધી: નવા બમરોલીમાં અમીધારા સોસાયટી, ઉમિયા રેસિડન્સી, આસ્થા રેસીડેન્સી, શ્લોક આર્કેડ, ઓમ કોમ્પલેક્ષ, તૃપ્તિ નગર, લક્ષ્મી નગર, જય અંબે સોસાયટી, સુખીનગર, જયકૃષ્ણનગર-1 અને 2, અમૃતનગર તથા ઔદ્યોગિક વિસ્તાર.

ESR-SE-12
સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધી: જ-15 આવાસ, ભેસ્તાન, શાંતિવન રેસીડેન્સી, પ્રયોશા રેસિડન્સી અને આસપાસનો વિસ્તાર.

ESR-SE-13
બપોરે 12થી 2:30 વાગ્યા સુધી: ઉમ્મીદનગર, ઉત્સવ એન્કલેવ અને ભેસ્તાનથી ભાણોદરા રેલવે ટ્રેકની પૂર્વ તરફનો વિસ્તાર.

જીઆવ, બુડિયા અને અન્ય વિસ્તાર

ESR-SE-15
સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી: જીઆવ, બુડિયા ગામ અને આસપાસનો વિસ્તાર.

રાત્રે 8:30થી 10 વાગ્યા સુધી: સોનારી ગામ, સાઈનગર અને આસપાસનો વિસ્તાર.

ESR-SE-16
સવારે 7થી 10 વાગ્યા સુધી: આનંદો હોમ્સ અને આસપાસનો વિસ્તાર.

ESR-SE-17
સવારે 7થી 11 વાગ્યા સુધી: બમરોલી ગામ અને આસપાસના વિસ્તાર.

ESR-SE-18
સાંજે 4થી રાત્રે 9:50 વાગ્યા સુધી: ગીતાનગર, હરસિદ્ધિ નગર, તુલસીધામ સોસાયટી, રવિનગર, સત્યનારાયણ નગર, જય અંબે નગર, રામેશ્વરમ ગ્રીન, રામેશ્વરમ હિલ્સ, શૃંગલ રેસિડન્સી, મરાઠાનગર, કૈલાસનગર અને આસપાસની સોસાયટીઓ.