Surat

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે રાહતના સમાચાર: DGVCLએ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ કર્યો રદ

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે મોટા રાહતના સમાચાર છે. DGVCL દ્વારા લાદવામાં આવેલો સ્ટેગર ડે મુજબનો વીજ કાપ આજથી રદ કરાયો છે. ઉચ્ચ સત્તાવાળાઓના આદેશથી હવે તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત ચાલુ રહેશે. સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ પણ સંપૂર્ણપણે રદ થતાં ઉદ્યોગોને કરોડોનો બોજ હળવો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે રાહતના સમાચાર: DGVCLએ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ કર્યો રદ

DGVCL Ends Staggered Power Cuts: દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટર માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અગાઉ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેગર ડે મુજબની વીજ કાપની વ્યવસ્થા આજથી રદ કરવામાં આવી છે. હાયર ઑથોરિટીની સ્પષ્ટ સૂચના અનુસાર હવેથી તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત અને અવિરત ચાલુ રહેશે, જેથી ઉદ્યોગોને મોટી રાહત મળશે.

સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ

વીજ તંત્ર દ્વારા અગાઉ ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ભાર નિયંત્રણ માટે સ્ટેગર ડે અને સાંજના સમયે વીજ કાપ અમલમાં મૂકવામાં આવ્યો હતો. નવી સૂચના મુજબ, કોઈપણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ હવેથી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે, જેને પગલે ફેક્ટરીઓ અને ઉદ્યોગો રાબેતા મુજબ ધમધમતા થશે.

જનરેટર પાછળ ઉદ્યોગોને કરોડો રૂપિયાનો આર્થિક બોજ પડ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ જાહેર કરાયેલા વીજ કાપ અને સ્ટેગર ડેના કારણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને લાખો અને કરોડો રૂપિયાનું માતબર સીધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પ્રોસેસિંગ મિલોમાં ઉત્પાદન ચાલુ રાખવા માટે ઉદ્યોગકારોએ ભારે મોંઘા ડીઝલ જનરેટરનો સહારો લેવો પડતો હતો.: દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને ખાસ કરીને ટેક્સટાઈલ સેક્ટર માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અગાઉ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેગર ડે મુજબની વીજ કાપની વ્યવસ્થા આજથી રદ કરવામાં આવી છે. હાયર ઓથોરિટીની સ્પષ્ટ સૂચના અનુસાર હવેથી તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત અને અવિરત ચાલુ રહેશે, જેથી ઉદ્યોગોને મોટી રાહત મળશે.

સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ

વીજ તંત્ર દ્વારા અગાઉ ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ભાર નિયંત્રણ માટે સ્ટેગર ડે અને સાંજના સમયે વીજ કાપ અમલમાં મૂકવામાં આવ્યો હતો. નવી સૂચના મુજબ, કોઈપણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ હવેથી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે, જેને પગલે ફેક્ટરીઓ અને ઉદ્યોગો રાબેતા મુજબ ધમધમતા થશે.

જનરેટર પાછળ ઉદ્યોગોને કરોડો રૂપિયાનો આર્થિક બોજ પડ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ જાહેર કરાયેલા વીજકાપ અને સ્ટેગર ડેના કારણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને લાખો અને કરોડો રૂપિયાનું માતબર સીધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પ્રોસેસિંગ મિલોમાં ઉત્પાદન ચાલુ રાખવા માટે ઉદ્યોગકારોએ ભારે મોંઘા ડીઝલ જનરેટરનો સહારો લેવો પડતો હતો.