સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે, કોઈ જાનહાનિ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Civil Hospital Fire: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જૂના માઇક્રોબાયોલોજી વિભાગ નજીક અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોકે, આ વિભાગમાં સમારકામ ચાલતું હોવાથી ત્યાં કોઈ દર્દી હાજર ન હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
નવી સિવિલ હોસ્પિટલના ઇનચાર્જ આર.એમ.ઓ. ડૉ. લક્ષ્મણ ટેલિયાએ જણાવ્યું હતું કે, 'હોસ્પિટલના ફિઝિયોથેરાપી OPD પર આવેલા જૂના ખાલી હોલમાં પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) દ્વારા ઇલેક્ટ્રિક સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ડક્ટ પર સ્પાર્ક થવાથી નજીકમાં પડેલી જ્વલનશીલ સામગ્રીમાં આગ લાગી ગઈ હતી.'
ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે ત્યાં કોઈ દર્દી હાજર ન હતા. સ્થળ પર કામ કરી રહેલા ચાર લોકોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. ફાયર વિભાગની ટીમે ત્વરિત કામગીરી કરીને આગને વધુ પ્રસરતી અટકાવી દીધી હતી, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.




