Surat

સુરત: અલથાણમાં રમતા-રમતા ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા 1 વર્ષના માસૂમનું કરુણ મોત, પરિવારમાં માતમ

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
સુરતના અલથાણમાં 11 ઓગસ્ટે ચોંકાવનારી ઘટના બની હતી. મૂળ અમરેલીના જયદીપ વાજાનું 1 વર્ષનું બાળક ફ્લેટના ચોથા માળની ગેલેરીમાંથી રમતા-રમતા નીચે પટકાયું હતું. આ કરુણ દુર્ઘટનામાં બાળકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના હૃદય કંપાવી દેનારા દ્રશ્યો સામે આવ્યા છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: અલથાણમાં રમતા-રમતા ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા 1 વર્ષના માસૂમનું કરુણ મોત, પરિવારમાં માતમ

Surat News: સુરતના અલથાણમાં ગત 11 ઓગસ્ટે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં રમતા-રમતા ફ્લેટના ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા 1 વર્ષના માસૂમનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા 1 વર્ષના માસૂમનું કરુણ મોત

મળતી માહિતી મુજબ, સુરતના અલથાણ વિસ્તારની સોસાયટીમાં મૂળ અમરેલીના બગસરાના વતની જયદીપ વાજા પરિવાર સાથે ચોથા માળે રહેતા હતા. ગત 11 ઓગસ્ટ, 2026ના રોજ ફ્લેટની ગેલેરીમાં રમી રહેલું જયદીપનું 1 વર્ષનું માસૂમ બાળક અચાનક ચોથા માળથી નીચે પટકાય છે. દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત માસૂમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ચોથા માળેથી નીચે પડી જવાથી બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.

આ દુર્ઘટના હચમચાવી દેનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હૃદય કંપાવી નાખતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં દ્રશ્યો સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ, માસૂમના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.