CETના પરિણામે સુરતના 1873 વિદ્યાર્થીઓને સાયન્સ સિટીની મુલાકાત લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં સુરતના 1873 વિદ્યાર્થીઓની પસંદગી સાયન્સ સિટીના નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ માટે કરવામાં આવી છે. વર્ષ 2026-27માં રાજ્યભરમાં પ્રથમ 30 હજાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. સુરતના વિદ્યાર્થીઓના પ્રવાસ માટે રાજ્ય સરકાર દ્વારા 27.20 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધારવા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયાનો પ્રત્યક્ષ પરિચય મળે તે માટે સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાતની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ CETમાં સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓને સાયન્સ સિટીની મુલાકાતે લઈ જવામાં આવશે. ત્યાં વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, પ્રદર્શન અને ટેક્નોલોજી આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક મળશે.યોજના હેઠળ બિનઆદિજાતિ વિસ્તાર માટે કુલ 46.67 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેમાં સુરત માટે 27,20,767 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગ્રાન્ટની ફાળવણીના આંકડા મુજબ સુરતનો હિસ્સો નોંધપાત્ર છે. રાજ્યભરના પ્રથમ 30 હજાર વિદ્યાર્થીઓને આ યોજનામાં આવરી લેવાના આયોજનમાં સુરતના 1873 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
સુરત ઉપરાંત અમદાવાદ, રાજકોટ, ઉપલેટા, જેતપુર, વડોદરા, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, મહુવા, અંજાર, બોટાદ, ગાંધીનગર, જામનગર, ઉંઝા, નડિયાદ, નવસારી અને સિદ્ધપુર સહિતનાં શહેરો તથા જિલ્લાઓના વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે. ઠરાવમાં દર્શાવેલી વિગતો મુજબ રાજકોટના 234, જેતપુરના 21, વડોદરાના 128, અમરેલીના 8, આણંદના 13, ભરૂચના 3 અને ભાવનગરના 407 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત મહુવાના 44, અંજારના 25, બોટાદના 125, ગાંધીનગરના 43, જામનગરના 117 અને સિદ્ધપુરના 18 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.ગ્રાન્ટની ફાળવણીમાં અમદાવાદ માટે 4,01,676 રૂપિયા, રાજકોટ માટે 3,22,686 રૂપિયા, ઉપલેટા માટે 15,169 રૂપિયા, જેતપુર માટે 28,959 રૂપિયા, વડોદરા માટે 1,06,812 રૂપિયા, અમરેલી માટે 11,032 રૂપિયા, આણંદ માટે 10,764 રૂપિયા, ભરૂચ માટે 3,840 રૂપિયા અને ભાવનગર માટે 5,23,520 રૂપિયાની રકમ દર્શાવવામાં આવી છે. સુરત માટે 27,20,767 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું ઠરાવમાં જણાવાયું છે.
સાયન્સ સિટીની મુલાકાતથી વિદ્યાર્થીઓને વિજ્ઞાનના સિદ્ધાંતો સમજવાની અને તેને પ્રયોગો સાથે જોડવાની તક મળશે. શાળાકીય અભ્યાસને વધુ રસપ્રદ અને અનુભવ આધારિત બનાવવાની સાથે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.




