Surat

સુરતમાં પલ્સ પોલિયાના 128 રાઉન્ડ પૂર્ણ, હવે ફરી રસીકરણ અભિયાન

By GS Team
22 Nov 20261 min read
TukuTouch Logo
સુરતમાં પોલિયોનો છેલ્લો કેસ 27 વર્ષ પહેલાં નોંધાયો હોવા છતાં, બાળકોની સુરક્ષા માટે સુરત પાલિકાએ તા. 22થી 25 નવેમ્બર દરમિયાન 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા વિશેષ રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. મેયરે સરથાણા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. 8,285 કર્મચારીઓની 3,851 ટીમો 81 કેન્દ્રો પર કાર્યરત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં પલ્સ પોલિયાના 128 રાઉન્ડ પૂર્ણ, હવે ફરી રસીકરણ અભિયાન

Surat: ભારતને પોલિયો મુક્ત જાહેર કર્યાને 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને સુરતમાં છેલ્લો પોલિયોનો કેસ પણ 27 વર્ષ પહેલાં નોંધાયો હતો. આમ છતાં પોલિયોનું જોખમ ફરી ઊભું ન થાય અને બાળકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે સુરત પાલિકાએ વધુ એક વખત વિશેષ રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. પાંચ વર્ષ સુધીનાં બાળકોને પોલિયાના બે ટીપાં પીવડાવવા માટે 8,285 કર્મચારીઓની ટીમ ચાર દિવસ સુધી શહેરભરમાં કામગીરી કરશે.

ભારતને પોલિયો મુક્ત રાખવાના રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા માટે પાલિકાના તમામ નવ ઝોનમાં કુલ 3,851 ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત 583 સુપરવાઇઝર સહિત કુલ 8,285 કર્મચારીઓની સેવા લેવામાં આવી રહી છે. શહેરમાં કુલ 81 વિતરણ કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. આ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકોને પોલિયાના બે ટીપાં પીવડાવવાની કામગીરી કરવામાં આવશે.

સુરતના 5 વર્ષ સુધીનાં તમામ બાળકોને પોલિયાના બે ટીપાં પીવડાવી સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે તા. 22થી 25 નવેમ્બર દરમિયાન ચાર દિવસીય વિશેષ રસીકરણ કાર્યક્રમ યોજાશે. મેયરની ઉપસ્થિતિમાં સરથાણા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.