Surat News | Gujarat Samachar

Surat

રોજ પગારમાંથી 160 રૂ. ઓછા આપતો હોવાની શંકામાં મારી નાખ્યો... સુરતમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળવા મામલે શૉકિંગ ખુલાસો

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
સુરતના કતારગામમાં 160 રૂપિયા ઓછા પગારના મનદુઃખમાં એક ચોંકાવનારી હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૂળ ઓડિશાના 54 વર્ષીય સચીત્રકુમાર બાલેએ તેના 44 વર્ષીય સહકર્મી સંજીત ઉર્ફે સંજય ભોસલેની હત્યા કરી હતી. આરોપીએ સંજીતનું માથું ધડથી અલગ કરી અમરોલી બ્રિજ પાસે ફેંકી દીધું હતું. કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સચીત્રકુમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોજ પગારમાંથી 160 રૂ. ઓછા આપતો હોવાની શંકામાં મારી નાખ્યો... સુરતમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળવા મામલે શૉકિંગ ખુલાસો

Surat murder case : સુરતના કતારગામ વિસ્તારમાં ધ્રુજાવી દેનારી હત્યાની ઘટના સામે આવી છે. રોજિંદા પગારમાંથી માત્ર રૂ. 160 ઓછા મળતા હોવાના મનદુઃખમાં મૂળ ઓડિશાના 54 વર્ષીય સચીત્રકુમાર બાલે નામના આધેડે તેના જ 44 વર્ષીય સહકર્મી સંજીત ઉર્ફે સંજય ભોસલેની હત્યા કરી નાખી છે.

પગાર બાબતે મનદુઃખ થતા કરી સહકર્મીની હત્યા

પોલીસ તપાસ મુજબ, બંને કતારગામના લૂમ્સના કારખાનામાં સાથે કામ કરતા હતા. સંજીત કારીગરોના કામનો હિસાબ રાખતો હતો, પરંતુ આરોપીને શંકા હતી કે સંજીત તેના રોજિંદા પગારમાંથી રૂ. 160 કાપી લેતો હતો. આ જ અદાવતમાં આરોપી સંજીતને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં ધારદાર હથિયારથી તેની હત્યા કરી દીધી હતી.

ઓળખ છુપાવવા મૃતકનું માથું ધડથી અલગ કર્યું

ઓળખ છુપાવવા માટે આરોપીએ પહેલાં તો મૃતદેહને કોથળામાં ભરીને કંપાઉન્ડમાં ફેંક્યો અને બાદમાં અડધી રાત્રે મૃતકનું માથું ધડથી અલગ કરી અમરોલી બ્રિજ નજીક રેલવે ટ્રેક પાસે ફેંકી દીધું હતું. કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપી સચીત્રકુમારની ધરપકડ કરી છે. આ સિવાય આરોપી સાથે રહેતી મહિલા અને તેના પુત્રની આ ગુનામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.