Square Cut
'અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ' કહેનાર છોડી જાય તો?
By GS Team
28 Nov 20262 mins read

= 'અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ' કહેનાર છોડી જાય તો?
- પ્રદીપ કે. દોશી, માંડવી
- પછી 'તુમ તો ઠહરે પરદેશી, સાથ કયા નિભાઓગે' ગાવું.
= મારા પતિ જ્યારે 'સ્ક્વેર કટ' વાંચે ત્યારે હસ્યા જ કરે છે! કોઈ ઉપાય ? - ઈશ્વરીબેન માંકડ, રાજકોટ
- સ્ક્વેર કટ વાંચતાં પહેલા લોટ ફકાવો.
= પંદર વર્ષના કાબેલ વૈભવ સૂર્યવંશીને ક્યાં સુધી ટીમની બહાર બેસાડી શકાય? - હીરાચંદ આર. નાગડા, મુંબઈ
- અંદર લેવાનો છે? લઈ લઈએ. તમે અવાજ તો કરો.
= આપણે કોનું કહ્યું માનવું જોઈએ? - સુરેશભાઈ શાહ, ભરૂચ
- જેની બંદૂકનું નાળચું આપણાં તરફ હોય એનું.
= જો માથું ખંજવાળીએ તો વિચાર આવે કે વિચાર ખંજવાળાય? - શ્રેયા અમિતકુમાર સોની, બહુચરાજી
- સારું એન્ટિ-ડેન્ડ્રફ શેમ્પૂ ખરીદવા માટે વિચાર કરો.
= બગીચામાં વૃધ્ધ લોકો જ કેમ ગીતો ગાતા દેખાય છે, જુવાનિયા નહીં? - પી. આર. મહેતા, અમદાવાદ
- વૃદ્ધોને લીધે એમને પ્રાઈવસી નહીં મળતી હોય.
= સફળતાની સીડીના પગથિયાં લપસણા હોય તો ? - ઉમંગ ભાવસાર, ધોળકા
- સફળતાની ડીવીડી જોવી.
= વાંદરાને એક જગ્યાએ સ્થિર બેસાડી રાખવા શું કરવું જોઈએ? - અમિત જોશી, જુનાગઢ
- એની સાથે સ્ટેચ્યુ બંધાવો.
= કોઈ વસ્તુ માટે ગરમાગરમ શબ્દપ્રયોગને બદલે ફક્ત એક વખત ગરમ શબ્દ વાપરીએ તો? - હરેશ લાલવાણી, અમદાવાદ
- શબ્દ ઓછો ગરમ લાગે.
= તમારા હિસાબે સાચા સુખની વ્યાખ્યા શું છે? - ધવલ જે. સોની, ગોધરા
- ફૂડ અને ડ્રગ વિભાગે પાસ કરેલ ચોખ્ખા ઘીની જલેબી.
= એક જગ્યાએ સ્થિર અને શાંતિથી બેસી રહેવા શું જરૂરી છે? - વિનોદભાઈ પરમાર, સુરત
- ઘરમાં તાજું કરેલું પોતું.
= વડીલો એકની એક વાત ફરી ફરીને કેમ કહેતા હશે? - ભાસ્કર જાની, પાટણ
- આ પ્રશ્ન પણ ફરી આવ્યો.
= પૃથ્વીને ચંદ્રથી જોડતો રોડ ક્યારે બનશે? - રિમ્પી ખત્રી, વાવ
- જોજો કોઈ નેતા સાંભળી ના જાય !
= બિરબલ હાજર જવાબી હતો, તો તમે શું છો? - રસિક પટેલ, કડી
- ગાજર નવાબી.
= ઈમેલ કરતાં વોટ્સઅપ પર સવાલો સ્વીકારવાનું ચાલુ કરો ચાહકો વધશે નહીં ? - મુકેશ શાહ, સુરત
- અને કેમ જવાબ આપવા એ સલાહ આપનારા પણ.
= તમને સૌથી વધારે ગમતું કોમેડી પિક્ચર કયું? - રમણીક સવાણી, વઢવાણ
- હાફ ટિકિટ- કિશોર કુમાર, મધુબાલા.
= ચણિયાચોળીની શોધ કોણે કરી - કૌશિક પટેલ, ગુજરાત
- ઈવે. એની પાસે કપડાં નહોતા.
= રાજકારણ ગંદુ કેમ કહેવાય છે? - ધીરજ રબારી, ડેર -પાટણ
- એતો સફેદ કપડામાં ડાઘ જલ્દી દેખાય !
= એવું વાઈફાઈનું નામ શું નામ રખાય કે પડોશી આપણું વાઈફાઈ ના વાપરે? - જયેશ કટારિયા, ઉના
- સાયબરસેલ૮બ




