Get The App

ક્રિકેટ જગતને મળ્યો સૌથી યુવા કેપ્ટન... 'અજાણ્યા' ખેલાડીએ રચ્યો ઇતિહાસ, વય ફક્ત 17 વર્ષ

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ક્રિકેટ જગતને મળ્યો સૌથી યુવા કેપ્ટન... 'અજાણ્યા' ખેલાડીએ રચ્યો ઇતિહાસ, વય ફક્ત 17 વર્ષ 1 - image
Image Instagram

Youngest Cricket Captain: ક્રિકેટ જગતમાં રોજ કોઈને કોઈ નવા રેકોર્ડ બનતાં રહે છે. હવે ક્રોએશિયન ક્રિકેટર જેક વુકુસિકે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. વુકુસિક ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરનો કેપ્ટન બન્યો છે. વુકુસિકે માત્ર 17 વર્ષ અને 311 દિવસની ઉંમરે સાયપ્રસ સામે T20 ઇન્ટરનેશનલમાં કોએશિયાની કેપ્ટનશીપ કરી હતી.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના ધૂરંધર બોલર આર.અશ્વિન CSKનો સાથ છોડશે, અટકળો શરૂ

વુકુસિકે ફ્રાન્સના નોમાન અમજદનો રેકોર્ડ તોડ્યો 

આ પહેલા આ રેકોર્ડ ફ્રાન્સના નોમાન અમજદના નામે હતો, જેનો રેકોર્ડ જેક વુકુસિકે તોડી નાખ્યો છે. નોમાન અહમદે જુલાઈ 2022માં ચેક રિપબ્લિક સામેની મેચમાં પહેલીવાર ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. તે સમયે નોમાન અહમદ 18 વર્ષ અને 24 દિવસના હતા.

કાર્લ હાર્ટમેને વર્ષ 2023માં 18 વર્ષ અને 276 દિવસની ઉંમરે સ્પેન સામે આઇલ ઓફ મેનનું નેતૃત્વ કર્યું હતું. આ યાદીમાં હાર્ટમેન ત્રીજા નંબરે છે. ત્યારબાદ લુવસાનજુન્ડુઇ એર્ડેનેબુલગનનો નંબર આવે છે. જેણે 18 વર્ષ અને 324 દિવસની ઉંમરે હાંગઝોઉ એશિયન ગેમ્સ દરમિયાન નેપાળ સામે મંગોલિયાની કેપ્ટનશીપ કરી હતી. એજ વર્ષે ડિડિયર એનડીકુબવિમાનાએ 19 વર્ષ અને 327 દિવસની ઉંમરે તાંઝાનિયા સામે રવાન્ડાનું કેપ્ટનશીપ કરી હતી. 

આ પણ વાંચો : BCCIએ 6 મોટી ટુર્નામેન્ટના શેડ્યૂલ કર્યા જાહેર, જાણો ક્યારથી શરૂ થશે સીઝન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ સૌથી નાના કેપ્ટન:

જેક વુકુસિક (17 વર્ષ અને 311 દિવસ, 2025, ક્રોએશિયા - સાયપ્રસ)

નોમાન અમજદ (18 વર્ષ અને 24 દિવસ, 2022, ફ્રાન્સ - ચેક રિપબ્લિક)

કાર્લ હાર્ટમેન (18 વર્ષ અને 276 દિવસ, 2023, આઇલ ઓફ મેન - સ્પેન)

લુવસાનજુન્ડુઇ એર્ડેનેબુલગન (18 વર્ષ અને 324 દિવસ, 2023, મંગોલિયા - નેપાળ)

ડિડિયર એનડીકુબવિમાના (19 વર્ષ અને 327 દિવસ, 2023, રવાન્ડા - તાંઝાનિયા)


Tags :