BCCIએ 6 મોટી ટુર્નામેન્ટના શેડ્યૂલ કર્યા જાહેર, જાણો ક્યારથી શરૂ થશે સીઝન
BCCI Domestic Schedule: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આગામી ઘરેલુ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બોર્ડે કુલ 6 સિનિયર ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં બોર્ડે દુલીપ ટ્રોફી ઉપરાંત, બોર્ડે ઈરાની કપ, રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, સિનિયર મહિલા T20 ટ્રોફી અને સિનિયર મહિલા ODI કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: US Open 2025: ઇતિહાસની સૌથી મોંઘી ટેનિસ મેચ, ખેલાડીઓ પર થશે 790 કરોડનો વરસાદ
BCCIએ જાહેર કર્યુ 6 મોટી ટુર્નામેન્ટનું શેડ્યૂલ
- દુલીપ ટ્રોફી: 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી શરૂ થશે.
- ઈરાની કપ : 1 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર
- પ્લેટ ગ્રુપ : 15 ઓક્ટોબરથી 26 જાન્યુઆરી સુધી
- વિજય હજારે ટ્રોફી : એલીટ ગ્રુપ 24 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી શરૂ થશે જ્યારે
- પ્લેટ ગ્રુપ: 24 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી રમાશે.
- સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: એલીટ ગ્રુપ 26 થી 28 ડિસેમ્બર દરમિયાન રમાશે, જ્યારે
- પ્લેટ ગ્રુપ: 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન રમાશે
આ પણ વાંચો: સંજુ સેમસનનું રાજસ્થાન રોયલ્સમાંથી કપાશે પત્તું? ફ્રેન્ચાઈઝી સાથે વિવાદ થયાની ચર્ચા
આજ પ્રમાણે સિનિયર મહિલા T20 ટ્રોફી એલીટ ગ્રુપ 8 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન રમાશે, જ્યારે પ્લેટ ગ્રુપ 8 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન રમાશે. આ ઉપરાંત, સિનિયર મહિલા ODI એલીટ ગ્રુપ 6 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન રમાશે, જ્યારે પ્લેટ ગ્રુપ 6 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.