ટીમ ઈન્ડિયાના ધૂરંધર બોલર આર.અશ્વિન CSKનો સાથ છોડશે, અટકળો શરૂ
Chennai Super Kings: IPL 2026 પહેલા ચાહકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. કેટલાક ખેલાડીઓને તેમની સંબંધિત ફ્રેન્ચાઇઝીથી અલગ કરવામાં આવ્યા છે અથવા છોડી દેવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) કેમ્પમાંથી આવા જ એક સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાના ધૂરંધર બોલર રવિચંદ્રન અશ્વિન IPL 2026 પહેલા CSK ફ્રેન્ચાઇઝથી અલગ થઈ શકે છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો: BCCIએ 6 મોટી ટુર્નામેન્ટના શેડ્યૂલ કર્યા જાહેર, જાણો ક્યારથી શરૂ થશે સીઝન
અશ્વિનના ફરી અલગ થવાની અટકળો તેજ
ચેન્નઈમાં CSKના કેટલાક મોટા અધિકારીઓ અને ખેલાડીઓ વચ્ચે તાજેતરમાં થયેલી બેઠકો બાદ આવી અટકળો વહેતી થઈ છે. CSKનો મહત્ત્વપૂર્ણ ભાગ એમએસ ધોની અને યુવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ આ બેઠકોમાં હાજર હતા.
આ પણ વાંચો: US Open 2025: ઇતિહાસની સૌથી મોંઘી ટેનિસ મેચ, ખેલાડીઓ પર થશે 790 કરોડનો વરસાદ
IPL 2025 ની હરાજીમાં CSK દ્વારા રવિચંદ્રન અશ્વિનને 9.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તે એક પ્રકારનું ઘર વાપસી હતું, કારણ કે તે 9 વર્ષ પછી ફરીથી CSKમાં વાપસી કરી હતી. તેણે ચેન્નઈથી જ પોતાની આઈપીએલ કારકિર્દી શરૂ કરી હતી અને એ પછી 2008 થી 2015 સુધી તે ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યો હતો. આ પછી 2016 થી 2024 દરમિયાન, તેણે દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી અન્ય ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કર્યું.