WWEનો દિગ્ગજ ફાઈટર ‘ગોલ્ડબર્ગ’ની ‘રિટાયરમેન્ટ મેચ’ની તારીખ જાહેર, જૉન સીના પણ 2025માં લેશે નિવૃત્તિ
WWE Saturday Night’s Main Event : વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના દિગ્ગજ ખેલાડી ‘ગોલ્ડબર્ગ’ અને જૉન સીનાના વિશ્વભરમાં ચાહકો છે, જોકે હવે ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 12 જુલાઈ (ભારતમાં 13 જુલાઈ)ના રોજ ‘WWE સેટરડે નાઈટ મેઈન ઈવેન્ટ્સ’માં છેલ્લી મેચ રમાવાની છે, જેમાં ‘ગોલ્ડબર્ગ’ તેની છેલ્લી ‘રિટાયરમેન્ટ મેચ’ રમવાનો છે. જ્યારે જૉન સીના ડિસેમ્બરમાં છેલ્લી ‘રિટાયરમેન્ટ મેચ’ રમવાનો છે.
શનિવારે ગોલ્ડબર્ગની રિટાયરમેન્ટ મેચ
12 જુલાઈના રોજ ‘WWE સેટરડે નાઈટ મેઈન ઈવેન્ટ્સ’નો 40મો શૉ યોજાવાનો છે, જેને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ગોલ્ડબર્ગ આ ઈવેન્ટમાં પોતાના WWE કેરિયરને અલવિદા કહેશે. ગોલ્ડબર્ગની રિટાયરમેન્ટ મેચ હોવાના કારણે ટિકિટના ભાવ પણ મોંઘા થઈ રહ્યા છે, જેની ટિકિટના ભાવ જાણી તમારા પણ હૉશ ઉડી જશે.
ગોલ્ડબર્ગની રિટાયરમેન્ટ મેચ, ટિકિટના ભાવ આસમાને
ઈવેન્ટ ગોલ્ડબર્ગના હોમટાઉન જ્યોર્જિયાના એટલાન્ટામાં યોજાવાની છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ એરીનામાં જોવા મળવાની છે. વિશ્વભરમાં ગોલ્ડબર્ગના અનેક ચાહકો છે, તેથી તેઓ જાણવાનો પ્રયાસ કરશે છે કે, શૉની ટિકિટની કિંમત કેટલી હશે. ઈવેન્ટની સૌથી મોંઘી ટિકિટ 1,840.80 ડૉલર્સ (1,57,700 રૂપિયા)ની છે, જ્યારે ઈવેન્ટની સૌથી સસ્તી ટિકિટનો ભાવ 91 ડૉલર્સ (7801 રૂપિયા) છે.
ગોલ્ડબર્ગ સામે ટકરાશે ગુંથર
WWEએ શનિવારે યોજાનાર ઈવેન્ટ માટે અત્યાર સુધીમાં ત્રણ મેચોની જાહેરાત કરી છે. ગૉલ્ડબર્ગ રિટાયરમેન્ટ મેચમાં ગુંથર (Goldberg vs Gunther) સામે ટકરાશે. બંને ફાઈટરો વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયનશિપ જીતવા માટે ટકરાશે. ગૉલ્ડબર્ગ પોતાના હોમટાઉનમાં ચેમ્પિયન બની WWE કેરિયરને અલવિદા કરવા માંગશે. આ ઉપરાંત રેડ્ડી ઓર્ટન અને ડુ મેકઇન્ટાયર વચ્ચે ટક્કર થશે.
2025માં જૉન સીના પણ થશે રિટાયર્ડ
WWEના સુપર સ્ટાર અને વિશ્વભરમાં જાણીતો જૉન સીના પણ આ વર્ષે ડિસેમ્બરમાં WWEમાંથી નિવૃત્ત થવાનો છે. તેણે વર્ષ 2024માં ‘મની ઈન ધ બેંક’માં જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. સીનાએ રેસલમેનિયામાં 41મો અનડીસપુટેડ WWE ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હવે તે સમરસ્લેમ-2025માં કોડી રોડ્સ (John Cena vs Cody Rhodes) સામે ટકરાશે અને ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. સીનાએ અત્યાર સુધીમાં સૌથી વધુ 17 વર્લ્ડ ટાઈટર જીત્યા છે, જે અત્યાર સુધીમાં WWEનો કોઈપણ ફાઈટર કરી શક્યો નથી. સીના સમરસ્લેમ-2025માં કોડી રોડ્સ સામે ટકરાશે. કોડીએ કિંગ ઑફ ધ રિંગની ફાઈનલ મેચ જીતી હોવાથી તેને સીનાને ટક્કર આપવાની તક મળી છે.