Get The App

મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન 1 - image


Women's World Cup: મહિલા વર્લ્ડ કપ 2025માં ચેમ્પિયન બનીને આજે(3 નવેમ્બર) ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું છે. જણાવી દઈએ કે, ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે આ મહામુકાબલો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. જેમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 298 રન બનાવ્યા હતા. ભારતે શેફાલી અને દીપ્તિની ફિફ્ટીના દમ પર સાઉથ આફ્રિકાની સામે 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાની 52 રને જીત થઈ છે. આ જીત સાથે ભારતની મહિલા ટીમ ચેમ્પિયન બની ગઈ છે.

મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બાદ આજે ભારત ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમ વર્ષ 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચી પણ સફળ નહોતી થઈ શકી. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી. 2005ની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 98 રને મ્હાત આપી હતી. જ્યારે 2017ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા

  • 12 - રિચા ઘોષ (2025માં)
  • 12 - ડિઆન્ડ્રા ડોટિન (2013માં)
  • 12 - લિઝેલ લી (2017માં)
  • 11 - હરમનપ્રીત કૌર (2017માં)
  • 10 - નાદીન ડી ક્લાર્ક (2025માં)

મહિલા વનડે વર્લ્ડ કપ નોકઆઉટમાં સૌથી વધુ રન

  • 331 - હરમનપ્રીત કૌર (4 ઇનિંગ્સ)
  • 330 - બેલિન્ડા ક્લાર્ક (6 ઇનિંગ્સ)
  • 309 - એલિસા હીલી (4 ઇનિંગ્સ)
  • 281 - નેટ સાયવર-બ્રન્ટ (5 ઇનિંગ્સ)
  • 240 - ડેબી હોકલી (5 ઇનિંગ્સ)

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં રિચા ઘોષની કમાલ!

મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ચેમ્પિયન બની ગઇ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાની ખેલાડી રિચા ઘોષે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં 12 છગ્ગા ફટકારીને વર્લ્ડ કપના સિંગલ એડિશનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના 12 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે. નોંધનીય છે કે, અગાઉ વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી ડિઆન્ડ્રા ડોટીન (Deandra Dottin) વર્ષ 2013માં 12 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ સર્જ્યો હતો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે સર્જ્યો રેકોર્ડ

મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ચેમ્પિયન બની ગઇ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક શાનદાર રેકોર્ડ પોતાના નામ કર્યું છે. હરમનપ્રીત મહિલા વનડે વર્લ્ડ કપની નોકઆઉટ્સમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઇ છે. હરમનપ્રીતે 4 ઇનિંગમાં 331 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. અગાઉ આ રેકોર્ડ બેલિન્ડા ક્લાર્કના નામે હતું, જેણે 6 ઇનિંગમાં 330 રન બનાવ્યા હતા.

સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ના ફાઇનલમાં સ્મૃતિ મંધાનાએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. સ્મૃતિ મહિલા ODI વર્લ્ડ કપના એક જ એડિશનમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઇ છે. સ્મૃતિએ આ વર્લ્ડ કપમાં કુલ નવ ઇનિંગમાં 434 રન બનાવીને પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો છે. 


સાઉથ આફ્રિકાની ઈનિંગ...

મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન

ભારતને નવમી સફળતા

અયાબોંગા ખાકા 7 બોલમાં 1 રન બનાવીને આઉટ થઈ છે. 246 રનના સ્કોર પર સાઉથ આફ્રિકાને નવમો ઝટકો લાગ્યો છે. 

ભારતને આઠમી સફળતા, દીપ્તિએ 1 ઓવરમાં 2 વિકેટ ઝડપી

221ના સ્કોર પર સાઉથ આફ્રિકાને આઠમો ઝટકો લાગ્યો છે. દીપ્તિ શર્માએ 1 ઓવરમાં 2 વિકેટ લઈને મેચ પલટી નાખી છે. દીપ્તિએ ઓવરના પહેલા બોલ પર વોલ્વાર્ટને કેચ આઉટ કરાવી. પછી ઓવરના ચોથા બોલ પર ક્લો ટ્રાયનને LBW આઉટ કરી. જોકે, નદિન ડી ક્લર્ક અને અયાબોંગા ખાકા ક્રીઝ પર છે.

ભારતને મળી સૌથી મોટી વિકેટ, વોલ્વાર્ડ 101 રન બનાવીને થઈ આઉટ

220ના સ્કોર પર દક્ષિણ આફ્રિકાને સાતમો ઝટકો લાગ્યો છે. દીપ્તિ શર્માએ ભારતને સૌથી મોટી સફળતા અપાવી. તેમણે વોલ્વાર્ટને અમનજોત કૌરના હાથે કેચ આઉટ કરાવી. વોલ્વાર્ટે 98 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 101ની ઈનિંગ રમી. 

વોલ્વાર્ડે રચ્યો ઈતિહાસ, ફટકારી સદી

લૌરા વોલ્વાર્ડ એવી પહેલી ક્રિકેટ બની ગઈ છે, જેમણે મહિલા વર્લ્ડ કપ ફાઈનલ ઇતિહાસમાં કેપ્ટન તરીકે સદી ફટકારી છે. લૌરા વોલ્વાર્ડે 96 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સદી ફટકારી છે. 

ભારતને છઠ્ઠી સફળતા

સાઉથ આફ્રિકાને 209 રનના સ્કોર પર 40મી ઓવરમાં છઠ્ઠો ઝટકો લાગ્યો છે. દીપ્તિ શર્માએ ડર્કસેનને ક્લીન બોલ્ડ કરી. તે 37 બોલમાં 35 રન બનાવી શકી. ડર્કસેને વોલ્વાર્ટની સાથે 60 બોલમાં 61 રનની ભાગીદારી નોંધાવી હતી. હાલ લૌરા વોલ્વાર્ડ અને ક્લો ટ્રાયનની જોડી ક્રીઝ પર છે.

36 ઓવરની રમત પૂર્ણ

36 ઓવર બાદ સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટ ગુમાવીને 186 રન બનાવી લીધા છે. વોલ્વાર્ડ 87 રન અને ડર્કસેન 30 રન બનાવીને ક્રીઝ પર છે. સાઉથ આફ્રિકાને જીત માટે 107 રનની જરૂર છે.

ભારતને પાંચમી સફળતા

148 રન પર સાઉથ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ છે. દીપ્તિ શર્માને 30મી ઓવરમાં સિનાલો જાફ્તાને રાધાના હાથે કેચ આઉટ કરાવી. તે 16 રન બનાવી શકી. જોકે, વોલ્વાર્ડ 75 રન અને ડર્કસેન એક રન બનાવીને ક્રીઝ પર છે. સાઉથ આફ્રિકાનો સ્કોર 31 ઓર બાદ 160 રન પર છે. તેમને જીત માટે 139 રનની જરૂર છે.

ભારતને ચોથી સફળતા

સાઉથ આફ્રિકાને 123 રન પર ચોથો ઝટકો લાગ્યો છે. શેફાલી વર્માએ બે ઓવરમાં બે મોટી વિકેટ લીધી. શેફાલી વર્માએ સુને લુસ બાદ અનુભવી મારીજાને કેપને આઉટ કરી. કેપ ફક્ત ચાર રન જ બનાવી શકી. અગાઉ, શેફાલીએ લુસ અને વોલ્વાર્ડની અડધી સદીની ભાગીદારી તોડી હતી. 23 ઓવર પછી સાઉથ આફ્રિકાએ 4 વિકેટે 124 રન બનાવ્યા છે, જીતવા માટે હજુ 175 રનની જરૂર છે.

ભારતને ત્રીજી સફળતા

114 રનના સ્કોર પર સાઉથ આફ્રિકાને ત્રીજો ઝટકો લાગ્યો. શેફાલી વર્મા બેટિંગ બાદ બોલિંગમાં પણ ચમકી છે. તેમણે સુને લુસ અને વોલ્વાર્ડની અડધી સદીની ભાગીદારી તોડી. શેફાલીએ લુસનો કેચ પોતાના જ બોલ પર પકડ્યો. તે 25 રન બનાવી શકી. લુસ અને વોલ્વાર્ડ વચ્ચે 52 રનની ભાગીદારી થઈ. 

સાઉથ આફ્રિકાનો સ્કોર 100ને પાર

સાઉથ આફ્રિકાનો સ્કોર 100 રનને પાર થઈ ચૂક્યો છે. 2 વિકેટના નુકસાન પર સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 113 રન બનાવ્યા છે. લૌરા વોલ્વાર્ડ અને સુને લુસની જોડી ક્રીઝ પર છે.

કેપ્ટન લોરાએ ફિફ્ટી ફટકારી

સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે શાનદાર પ્રદર્શન કરતાં 45 બોલમાં અડધી સદી ફટકારી છે. હાલની ટુર્નામેન્ટમાં આ તેની ચોથી ફિફ્ટી છે.

ભારતને બીજી સફળતા

12મી ઓવરમાં 62ના સ્કોર પર સાઉથ આફ્રિકાને બીજો ઝટકો લાગ્યો છે. શ્રી ચરણીએ એનેકે બોશને LBW આઉટ કરી. તે ખાતુ પણ ન ખોલી શકી. જો કે, કેપ્ટન વોલ્વાર્ડ અને સુને લૂસ ક્રીઝ પર છે. 12 ઓવર બાદ સાઉથ આફ્રિકાનો સ્કોર 2 વિકેટ પર 62 રન છે. આ અગાઉ તાજમિન બ્રિટ્સ આઉટ થઈ હતી.

ભારતને પહેલી સફળતા

અમનજોત કૌરે 23ના સ્કોર પર તાજમિન બ્રિટ્સને રન આઉટ કરી દીધી છે. સાઉથ આફ્રિકાએ 51 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી છે. લૌરા વોલ્વાર્ડ હજુ 25 રન બનાવીને રમી રહી છે.

સાઉથ આફ્રિકાનો સ્કોર 9 ઓવરમાં 50ને પાર

સાઉથ આફ્રિકાએ 9.2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 51 રન બનાવ્યા છે. ભારતીય ટીમ વિકેટ માટે તરસી રહી છે.

સાઉથ આફ્રિકાનો સ્કોર 5 ઓવરમાં 18/0

સાઉથ આફ્રિકાએ 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 18 રન બનાવ્યા છે. લૌરા વોલ્વાર્ડ અને તાજમિન બ્રિટ્સની જોડી ક્રીઝ પર છે.

સાઉથ આફ્રિકાનો સ્કોર 2 ઓવરમાં 7/0

299 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ 2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 7 રન બનાવ્યા છે. લૌરા વોલ્વાર્ડ આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ટીમ ઈન્ડિયાએ તેને ઝડપથી આઉટ કરવાની જરૂર પડશે.

વર્લ્ડ કપ ફાઇનલમાં બીજો સૌથી મોટો સ્કોર

ભારતીય ટીમે વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 2022 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 356 રન બનાવીને સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. હવે, ભારત 298 રન સાથે આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને જીત માટે આપ્યો 299 રનનો ટાર્ગેટ આપ્યો છે. શેફાલી અને દીપ્તિની અડધી સદી ફટકારી છે.


ભારતે બનાવ્યા 298 રન... આવી રહી ભારતીય ટીમની ઈનિંગ

ફાઈનલ મેચમાં ભારતે 298 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 299 રન બનાવવા પડશે. શેફાલી વર્માએ 87 રન બનાવ્યા, ત્યારે દીપ્તિ શર્માએ 58 રનોની ઈનિંગ રમી. મિડલ ઓવરોમાં રનની ગતિ ધીમી પડવાથી ટીમ ઈન્ડિયા 300 રન સુધી ન પહોંચી શકી. ત્યારે છેલ્લી 5 ઓવરમાં ભારતીય બેટર્સે માત્ર 36 રન બનાવ્યા અને બે વિકેટ ગુમાવી.

ભારતીય ટીમને છઠ્ઠો ઝટકો, રિચા ઘોષ આઉટ

રિચા ઘોષ 24 બોલમાં 34 રન બનાવીને આઉટ થઈ ગઈ છે.

ભારતીય ટીમને પાંચમો ઝટકો, અમનજોત કૌર 12 રને આઉટ

ભારતીય ટીમને પાંચમો ઝટકો લાગ્યો છે. અમનજોત કૌર 14 બોલમાં 12 રન બનાવીને આઉટ થઈ છે. 

ભારતીય ટીમને ચોથો ઝટકો, હરમનપ્રીત 24 રને આઉટ

223 રને ભારતીય ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. કેપ્ટન હરમનપ્રીત ક્લીન બોલ્ડ થઈ છે. તેમણે 29 બોલમાં 20 રન બનાવીને આઉટ થઈ છે. 

200ને પાર થયો ભારતનો સ્કોર

35 ઓવર બાદ 3 વિકેટના નુકસાન પર ભારતનો સ્કોર 200ને પાર થયો છે.

ભારતીય ટીમને ત્રીજો ઝટકો, જેમિમા 24 રને આઉટ

ભારતીય ટીમને 171 રન પર ત્રીજો ઝટકો લાગ્યો છે. શેફાલી બાદ જેમિમા રોડ્રીગ્સ 37 બોલમાં 24 રન બનાવીને આઉટ થઈ છે. 

ભારતીય ટીમને બીજો ઝટકો, ઐતિહાસિક સદી ચૂકી શેફાલી, 87 રને આઉટ

ભારતીય ટીમને 166 રન પર બીજો ઝટકો લાગ્યો છે. ઐતિહાસિક સદી ફટકારતા શેફાલી વર્મા ચૂકી ગઈ છે. 78 બોલમાં 87 રન બનાવીને આઉટ થઈ છે. જેમાં તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

ભારતનો સ્કોર 150ને પાર

25 ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 150ને પાર થયો છે. હાલ શેફાલી અને જેમિમા ક્રીઝ પર છે. શેફાલી 80 રન પાર કરી ચૂકી છે જ્યારે જેમિમા 20 રન બનાવી ચૂકી છે.

ભારતીય ટીમને પહેલો ઝટકો, મંધાના આઉટ, શેફાલીની અડધી સદી

ભારતને 104 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો છે. સ્મૃતિ મંધાનાને ક્લો ટ્રાયોને વિકેટકીપર જાફ્તાના હાથે કેચ કરાવ્યો. તેઓ 58 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 45 રન બનાવીને આઉટ થઈ. તેના તુરંત બાદ શેફાલીએ અડધી સદી ફટકારી. તે શાનદાર બેટિંગ કરી રહી છે. તેની સાથે જેમિમા રોડ્રિગ્સ પણ ક્રીઝ પર છે.

80ને પાર ભારતનો સ્કોર

14 ઓવરમાં વગર વિકેટે ભારતીય ટીમનો સ્કોર 80ને પાર થયો છે. મંધાના અને શેફાલી અડીખમ ક્રીઝ પર છે અને રનોનો વરસાદ કરી રહી છે.

મંધાના-શેફાલી વચ્ચે અડધી સદીની ભાગીદારી

મંધાના અને શેફાલી વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ ચૂકી છે. બંનેએ ચોગ્ગાનો વરસાદ કરી દીધો છે. સાત ઓવર બાદ ભારતનો સ્કોર વગર વિકેટે 51 રન છે.

6 ઓવરની રમત પૂર્ણ

6 ઓવર બાદ ભારતે વગર વિકેટે 45 રન બનાવી લીધા છે. શેફાલી 17 બોલમાં 21 રન અને મંધાના 20 બોલમાં 17 રન બનાવીને ક્રીઝ પર છે.

શેફાલીની આક્રમક બેટિંગ

શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી છે. 4 ઓવર બાદ ભારતે વગર વિકેટે 22 રન બનાવી લીધા છે. શેફાલી 10 બોલમાં 13 રન અને મંધાના 14 બોલમાં 6 રન બનાવીને ક્રીઝ પર છે.

ભારતની ઈનિંગ શરૂ, સ્મૃતિ-શેફાલીની જોડી ક્રીઝ પર

ભારતની ઈનિંગ શરૂ થઈ ચૂકી છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ક્રીઝ પર છે. પહેલી ઓવર મેડન રહી. શેફાલીએ ચોગ્ગાથી ખાતુ ખોલ્યું છે.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ લીધી, 5 વાગ્યે મેચ શરૂ થશે

મહિલા વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી છે. જણાવી દઈએ કે, નવી મુંબઈમાં વરસાદના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો છે. ત્યારે હવે 4:30 વાગ્યે ટોસ થયો છે અને 5:00 વાગ્યે મહામુકાબલો શરૂ થશે. સારી વાત એ છે કે ઓવરો ઘટાડવામાં નથી આવી, એટલે દર્શકોને પૂરી 50-50 ઓવરની મેચ જોવા મળશે.

3 વાગ્યે પણ ટૉસ ન થઈ શક્યો

- નવી મુંબઈમાં વરસાદના કારણે ટૉસમાં બીજી વખત વિલંબ થયો.

આજે મહિલા વર્લ્ડકપ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. વરસાદી વિઘ્નના કારણે ટોસમાં વિલંબ થયો છે. અમ્પાયર્સનો નિર્ણય છે કે ટોસ બપોરે 3 વાગ્યે થશે અને મેચ સાડા ત્રણ વાગ્યે શરૂ થશે.

મહિલા વર્લ્ડમાં ક્યારે કઈ ટીમ બની વિજેતા?

મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન 2 - image

ભારતીય મહિલા ક્રિકેટની સ્કવોડ:

શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રીગ્સ, દિપ્તી શર્મા, ઋચા ઘોષ, ઉમા છેત્રી, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, સ્નેહ રાણા, અરુંધતી રેડ્ડી, હરલીન દેઓલ

Tags :