Get The App

હરમનપ્રીત કૌર વર્લ્ડ કપમાં રચશે ઈતિહાસ! કેપ્ટનને ફાઈનલમાં 2 સિક્સરની જરૂર

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
હરમનપ્રીત કૌર વર્લ્ડ કપમાં રચશે ઈતિહાસ! કેપ્ટનને ફાઈનલમાં 2 સિક્સરની જરૂર 1 - image


India VS South Africa Womens World Cup 2025 Final: ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની ફાઇનલ રવિવારે (બીજી નવેમ્બર) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમ નવી મુંબઈના મેદાન પર ટકરાશે. ભારતીય મહિલા ટીમ ત્રીજી વખત ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરશે. ભારતે 2005 અને 2017માં ફાઈનલ રમી હતી પરંતુ નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, આ દક્ષિણ આફ્રિકાની પહેલી મહિલા વર્લ્ડ કપ ફાઇનલ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને અનુભવી બેટર હરમનપ્રીત કૌર ટાઇટલ મેચમાં ઇતિહાસ રચવાની કગાર પર છે. તે ટૂર્નામેન્ટની 'સિક્સર ક્વીન' બનવાથી માત્ર બે પગલાં દૂર છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓ

મહિલા વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની યાદીમાં હરમનપ્રીત હાલમાં બીજા ક્રમે છે. તેણે ટુર્નામેન્ટમાં 34 મેચોમાં કુલ 22 છગ્ગા ફટકાર્યા છે. વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર ડિએન્ડ્રા ડોટિને 29 મેચોમાં 22 છગ્ગા ફટકાર્યા છે. ટોચ પર ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન છે, જેણે 32 મેચોમાં 23 છગ્ગા ફટકાર્યા છે. 36 વર્ષીય હરમનપ્રીતને ડિવાઈનને પાછળ છોડી દેવા માટે ફક્ત બે છગ્ગાની જરૂર છે. ડિવાઈન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકી છે. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની હાર બાદ તેણે પોતાની કારકિર્દીને અલવિદા કહી દીધું.

આ પણ વાંચો: મહિલા વર્લ્ડ કપ: જો ફાઇનલ મેચમાં વરસાદ પડે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન, ભારત કે સાઉથ આફ્રિકા? જાણો ગણિત

સેમિફાઇનલમાં હરમનપ્રીતનો શાનદાર પ્રદર્શન

ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં હરમનપ્રીત કૌરે કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. તેણે 89 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. ભારતને 339 રનના લક્ષ્યનો પીછો કરવામાં મદદ મળી હતી અને સાત વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં જેમીમા રોડ્રિગ્સ 134 બોલમાં અણનમ 127 રન સાથે 'પ્લેયર ઓફ ધ મેચ' રહી હતી.

ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પણ 24 મેચમાં 22 છગ્ગા સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે, જે દર્શાવે છે કે ફાઇનલમાં ભારતીય બેટિંગમાં પાવર હિટર્સની કોઈ કમી નથી.

Tags :