For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પર એક મહિલાએ લગાવ્યો આવો સનસનીખેજ આરોપ

Updated: Nov 29th, 2020

Article Content Imageઇસ્લામાબાદ, તા.29 નવેમ્બર 2020, રવિવાર

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પર લાગેલા સનસનીખેજ આરોપના પગલે ક્રિકેટ જગતમાં હલચલ મચી છે.

એક મહિલાએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, હું બાબર આઝમને સ્કૂલના દિવસોથી જાણુ છું અને અમે સારા મિત્રો હતા.2010માં બાબરે મને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ.મારા પરિવારજનોને આ સબંધ મંજૂર નહી હોવાથી બાબર મને 2011માં ભગાડીને લઈ ગયો હતો.મને તેણે અલગ અલગ જગ્યાએ રાખી હતી પણ એ પછી લગ્ન કરવાનુ માંડી વાળ્યુ હતુ.મને પોલીસમાં આ અંગે ફરિયાદ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

મહિલાએ કહ્યુ હતુ કે, બાબર આઝમ જ્યારે આર્થિક રીતે તકલીફમાં હતો ત્યારે મેં તેની આર્થિક રીતે મદદ પણ કરી હતી.

જોકે હવે મહિલાના આરોપો પર પાક ક્રિકેટ બોર્ડ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેના પર નજર છે.કારણકે ક્રિકેટ ટીમના કેપ્ટન પર કોઈ મહિલા આગળ આવીને જાતિય શોષણના આરોપ લગાવે તે નાની વાત નથી.હાલમાં બાબર આઝમની કેપ્ટનશિપ હેઠળ પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે.જ્યાં ટીમના સાત ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

બાબર પાકિસ્તાન માટે 29 ટેસ્ટ અને 77 વનડે રમી ચુક્યો છે.ટેસ્ટમાં તેણે પાંચ અને વન ડેમાં 12 સદી પણ ફટકારી છે.જ્યારે તે 44 ટી 20માં પાકિસ્તાન વતી ભાગ લઈ ચુક્યો છે.

Gujarat