ટીમ ઈન્ડિયાના હેડ કોચ કેમ ન બન્યા VVS લક્ષ્મણ? દિગ્ગજે ખુદ જણાવ્યું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

VVS Laxman Team India Coach: રાહુલ દ્રવિડ બાદ જ્યારે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની તલાશ ચાલી રહી હતી, ત્યારે વીવીએસ લક્ષ્મણનું નામ પણ ચર્ચામાં હતું. લક્ષ્મણ તે સમયે ભારતીય ટીમ સાથે કોચ તરીકે કામ કરી ચૂક્યા હતા અને તેમની પાસે ટીમને સંભાળવાનો અનુભવ પણ હતો. તેમ છતાં તેમણે હેડ કોચની જવાબદારી ન સ્વીકારી. હવે લક્ષ્મણે પોતે ખુલાસો કર્યો છે કે તેમણે આ પદ કેમ ન સંભાળ્યું.
ટીમ ઈન્ડિયાના હેડ કોચ કેમ ન બન્યા VVS લક્ષ્મણ?
વીવીએસ લક્ષ્મણે જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મને મારી વિચારસરણી મુજબ કામ કરવાની પૂરી આઝાદી આપી હતી. આ જ કારણોસર મેં હેડ કોચની જવાબદારી સ્વીકારવાના બદલે BCCIના સેન્ટર ઓફ એક્સીલન્સ (સીઓઈ) સાથે કામ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
લક્ષ્મણે કહ્યું કે, પૂર્વ BCCI સચિવ જય શાહ અને બોર્ડે મને મારી વિચારસરણી લાગુ કરવાની પૂરી આઝાદી આપી. વર્તમાન BCCI સચિવ દેવજીત સૈકિયા પણ મને આ આઝાદી આપી રહ્યા છે. મેં BCCI સાથે વધુ બે વર્ષ કામ કરવાનો નિર્ણય કર્યો છે. 2024માં હેડ કોચના પદ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ મેં આ જવાબદારી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો.
લક્ષ્મણે BCCIને પહેલા જ જણાવી દીધું હતું
લક્ષ્મણે કહ્યું કે, 'મેં BCCI સાથે મારી યોજના અંગે પહેલાથી જ વાત કરી લીધી હતી.' તેમણે સીઓઈ (COE)માં અલગ-અલગ વિભાગો માટે જરૂરી એસઓપી (SOP) એટલે કે કામ કરવાના નિયમો અને પ્રક્રિયા પણ તૈયાર કરી છે. તેમનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયમાં સીઓઈમાં એક મજબૂત અને બહેતરીન પ્રોગ્રામ તૈયાર થયો છે. લક્ષ્મણે આ માટે ત્યાં કામ કરી રહેલી ટીમને પણ મહત્વની ગણાવી હતી. તેમણે કહ્યું કે, 'હું આ કામથી ખૂબ ખુશ છું અને તેમને લાગે છે કે સીઓઈમાં મેં એક શાનદાર સિસ્ટમ તૈયાર કરવામાં યોગદાન આપ્યું છે.'
ટીમ ઈન્ડિયા સાથે પણ કામ કરી ચૂક્યા છે લક્ષ્મણ
લક્ષ્મણ ઘણી વખત ટીમ ઈન્ડિયાના વચગાળાના હેડ કોચની ભૂમિકા ભજવી ચૂક્યા છે. જ્યારે નિયમિત કોચ ઉપલબ્ધ નહોતા, ત્યારે BCCIએ લક્ષ્મણને ટીમની જવાબદારી સોંપી હતી. તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં પણ લક્ષ્મણે ભારતીય ટીમ સાથે હેડ કોચ તરીકે કામ કર્યું હતું. બીજી તરફ ટીમ ઇન્ડિયા હવે શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે. પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગોલમાં રમાશે. WTC ફાઈનલની રેસમાં બન્યા રહેવા માટે ભારતીય ટીમ માટે આ સિરીઝ અત્યંત મહત્વપૂર્ણ છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ટીમ આ સિરીઝમાં જીત સાથે પોતાની સ્થિતિ મજબૂત કરવા ઈચ્છશે.









