Sports

હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયામાં કેમ ન મળ્યો ચાન્સ? જાણો ગંભીરે શું જવાબ આપ્યો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, હાર્દિક હાલ 10 ઓવર બોલિંગ કરવા સક્ષમ ન હોવાથી વેસ્ટ ઇન્ડીઝ સામેની ODI શ્રેણીમાં નહીં રમે. ટીમ મેનેજમેન્ટ તેને માત્ર બેટ્સમેન તરીકે નહીં, પરંતુ સંપૂર્ણ ઓલરાઉન્ડર તરીકે જ ટીમમાં પાછો લાવવા માંગે છે. હાર્દિકનો ઇન્ડિયા A ટીમમાં સમાવેશ થયો છે, પરંતુ તેની ફિટનેસ ક્લિયરન્સ બાદ જ આંતરરાષ્ટ્રીય વાપસી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયામાં કેમ ન મળ્યો ચાન્સ? જાણો ગંભીરે શું જવાબ આપ્યો

Hardik Unfit For Ten Overs: અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીમાં 3-0થી શાનદાર ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાની ફિટનેસ અને તેના ટીમ સિલેક્શન અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી વનડે શ્રેણીમાંથી હાર્દિક પંડ્યાની બાદબાકી અંગે પૂછાયેલા સવાલનો સીધો જવાબ આપતાં ગંભીરે જણાવ્યું કે હાર્દિક હજુ વનડે ફોર્મેટમાં પૂરી 10 ઓવરનો ક્વોટા બોલિંગ કરવાની સ્થિતિમાં નથી. આ સ્ટાર ઓલરાઉન્ડરને લઈને ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગતું નથી અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત લાવવામાં કોઈપણ પ્રકારની ઉતાવળ નહીં કરવામાં આવે.

માત્ર બેટ્સમેન તરીકે નહીં થાય વાપસી

ગૌતમ ગંભીરે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હાર્દિક પંડ્યાને ટીમમાં માત્ર બેટ્સમેન તરીકે રમાડવામાં નહીં આવે. ટીમ મેનેજમેન્ટ તેને એક પરિપૂર્ણ ઓલરાઉન્ડર તરીકે જ મેદાનમાં ઉતારવા માંગે છે, જે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ પૂરતું યોગદાન આપી શકે. ગંભીરે એવો સંકેત પણ આપ્યો હતો કે જ્યારે હાર્દિક બોલિંગ માટે સંપૂર્ણપણે ફિટ થઈ જશે, ત્યારે ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં હાર્દિક અને યુવા ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી બંનેને એકસાથે રમાડવાના વિકલ્પ પર વિચાર કરી શકે છે.

ઇન્ડિયા A ટીમમાં સમાવેશ, ફિટનેસ ક્લિયરન્સ બાકી

હાર્દિક પંડ્યા લાંબા સમયથી ભારતના લિમિટેડ ઓવર્સ સેટઅપનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે, પરંતુ તેના વર્કલોડ અને ફિટનેસને જોતાં તેને ખૂબ સાવચેતીપૂર્વક મેનેજ કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા A સામે પુડુચેરી ખાતે રમાનારી આગામી વનડે શ્રેણી માટે હાર્દિકનો ઇન્ડિયા A ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ મેચોમાં તેનું રમવું બેંગલુરુ સ્થિત 'BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ' તરફથી મળનારી અંતિમ ફિટનેસ મંજૂરી પર નિર્ભર રહેશે. ત્યાંથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ અને 10 ઓવર ફેંકવાની ક્ષમતા સાબિત થયા પછી જ તેની આંતરરાષ્ટ્રીય વાપસીનો રસ્તો સાફ થશે.