વિરાટ કોહલી કરતાં કેટલો અમીર છે મેસી? એક જ મેચ રમવાની ફીસ કરોડોમાં, જાણો નેટવર્થ

Virat Kohli Vs Lionel Messi: આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી હાલમાં ભારતની મુલાકાતે છે. 38 વર્ષની ઉંમરે પણ મેસ્સીની લોકપ્રિયતા અને તેમની કમાણી વિશ્વભરના ટોચના ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. તેમની નેટવર્થ અને ભારતીય ક્રિકેટ કિંગ વિરાટ કોહલીની નેટવર્થની સરખામણી ઘણી રસપ્રદ છે.
મેસીની નેટવર્થ કેટલી છે?
અહેવાલો અનુસાર, લિયોનેલ મેસીની કુલ સંપત્તિ 850 મિલિયન ડૉલર છે, આશરે 7,700 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમની આવક મેચ ફી અને મુખ્ય સ્પોન્સરશિપમાંથી આવે છે, જેમાં એડિડાસ જેવી મોટી બ્રાન્ડ્સ સાથે આજીવન કરારનો સમાવેશ થાય છે.
મેસી જાહેરાતોમાંથી ઘણું કમાય છે. તે જાહેરાતોમાંથી આશરે 70 મિલિયન ડૉલર કમાય છે. તેની બ્રાન્ડ્સમાં એપલ, પેપ્સી, માસ્ટરકાર્ડ, કોનામી અને અન્યનો સમાવેશ થાય છે. મેસ્સીનો એડિડાસ સાથે લાઈફટાઈમ ડીલ છે.
આ પણ વાંચો: VIDEO: મેસી અને તેલંગાણાના CM સાથે રમ્યા ફુટબોલ, રાહુલ ગાંધીને ગિફ્ટ કરી જર્સી
વિરાટ કોહલીની નેટવર્થ કેટલી છે?
ભારતીય ક્રિકેટ કિંગ વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી20માંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ તેમની લોકપ્રિયતા ઓછી થઈ નથી, પરંતુ તેમાં વધારો થયો છે. કોહલીએ તાજેતરમાં જ વનડેમાં સતત બે સદી ફટકારીને ધૂમ મચાવી છે, જેનાથી તેમની સોશિયલ મીડિયા લોકપ્રિયતામાં વધારો થયો છે. વિરાટ કોહલી ક્રિકેટ ઉપરાંત પણ ખૂબ જ લોકપ્રિય છે. તેમને વિશ્વભરના ચાહકો દ્વારા પ્રેમ કરવામાં આવે છે, અને તેમના ઇન્સ્ટાગ્રામ પર 274 મિલિયન ફોલોઅર્સ છે, જે એક ટોચના ખેલાડી તરીકે તેમની હાજરી દર્શાવે છે.
વિરાટ કોહલીની નેટવર્થ 1050 કરોડ રૂપિયા (આશરે 127 મિલિયન ડૉલર) છે. તેમની આવકના મુખ્ય સોર્સ BCCI કોન્ટ્રાક્ટ, IPL અને મોટી કંપનીઓ સાથેના વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. કોહલીએ તાજેતરમાં જ પોતાની સ્પોર્ટ્સ બ્રાન્ડ One8 એજિલિટાસ સ્પોર્ટ્સને વેચી દીધી છે. તેમણે એજિલિટાસ સ્પોર્ટ્સમાં 40 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે.

