Get The App

VIDEO: મેસી અને તેલંગાણાના CM સાથે રમ્યા ફુટબોલ, રાહુલ ગાંધીને ગિફ્ટ કરી જર્સી

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: મેસી અને તેલંગાણાના CM સાથે રમ્યા ફુટબોલ, રાહુલ ગાંધીને ગિફ્ટ કરી જર્સી 1 - image



Rahul Gandhi Meets Lionel Messi Hyderabad: આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનલ મેસી આજે 13 ડિસેમ્બરથી ભારતના પ્રવાસે છે. મેસી છેલ્લા 14 વર્ષમાં પહેલી વખત ભારતનો પ્રવાસ કરી રહ્યા છે જેની શરૂઆત તેમણે કોલકાતાથી કરી હતી. પણ ત્યાં અનુભવ કડવો રહ્યો હતો. સોલ્ટ લેક સ્ટેડિયમમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે તેમને માત્ર 22 મિનિટ પછી જ ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી. 

મેસીએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે ફૂટબોલની મજા માણી 

જે બાદ તે તેલંગાણાના હૈદરાબાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે ફૂટબોલની મજા માણી હતી અને બાળકો સાથે મસ્તી કરી હતી. જેના ફોટા રાહુલ ગાંધીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા. લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલે પણ હૈદરાબાદમાં મેસી સાથે મજા કરી હતી. અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

સ્પેનિશમાં ચાહકોનો આભાર માન્યો

લિયોનેલ મેસ્સી રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થોડા મોડા પહોંચ્યા હતા. પરંતુ આવતાની સાથે જ ચાહકોનું ઉષ્માભર્યું અભિવાદન કરતાં જ હાજર સૌ કોઈમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ત્રણેય ફૂટબોલરોએ બાળકો સાથે ખૂબ મસ્તી પણ કરી.  હૈદરાબાદ છોડતી વખતે, મેસીએ આયોજકોને આર્જેન્ટિના ફૂટબોલ જર્સી ભેટમાં આપી અને સ્પેનિશમાં ચાહકોનો આભાર માન્યો હતો. 

લિયોનેલ મેસ્સીએ રાહુલ ગાંધીને ભેટ આપ્યું ટી-શર્ટ

રાહુલ ગાંધીએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લિયોનેલ મેસ્સી સાથેના ફોટા શેર કર્યા છે. તેમણે સૌપ્રથમ એક વીડિયો ક્લિપ શેર કરી છે જેમાં તેઓ લિયોનેલ મેસ્સી, રોડ્રિગો ડી પોલ અને લુઈસ સુઆરેઝ સાથે ચાલતા અને વાતચીત કરતા જોવા મળે છે, તેઓએ સાથે ફોટોશૂટ માટે પોઝ પણ આપ્યો હતો. બીજા એક ફોટામાં, લિયોનેલ મેસ્સી તેમને ટી-શર્ટ ભેટ આપતા જોવા મળે છે.

કોલકાતામાં મેસી રમતો જોવા ન મળતાં ફેન્સ ગુસ્સે ભરાયા

કોલકાતા સ્ટેડિયમમાં ત્યારે ફેન્સ ગુસ્સે ભરાયા જ્યારે તેમને લિયોનલ મેસી રમતો જોવા ન મળ્યો. ગુસ્સે ભરાયેલા ચાહકોને તોડફોડ મચાવી દીધી હતી અને સ્ટેડિયમમાં ખુરશીઓ તોડી અને હુરિયો બોલાવ્યો હતો અને ઈવેન્ટ આયોજકો પર ચાહકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો આરોપ મૂક્યો હતો. 

CM મમતાએ માફી માંગી, તપાસના આદેશ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે જનતા પાસે માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, 'આજે સોલ્ટલેક સ્ટેડિયમમાં જે મિસમેનેજમેન્ટ થયું, તેનાથી હું ખૂબ જ વ્યથિત અને આઘાત પામી છું. હું લિયોનેલ મેસી તેમજ તમામ રમતપ્રેમીઓ અને તેમના ફેન્સની દિલથી માફી માંગુ છું.' બીજી તરફ કાયદા અને વ્યવસ્થાના અધિક મહાનિર્દેશક (ADG) જાવેદ શમીમે જણાવ્યું હતું કે, 'પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.' આ ઉપરાંત તેમણે ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી, દર્શકોને તેમના ટિકિટના પૈસા પરત આપવા અને ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: '5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય...', લિયોનલ મેસીના ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ

ગુસ્સે ભરાયેલા ફેન્સે ખુરશીઓ ફેંકી હતી

ફેન્સે દાવો કર્યો હતો કે તેમણે મેસ્સીની એક ઝલક જોવા માટે 5,000થી લઈને 25,000 રૂપિયા સુધીની ઊંચી કિંમતની ટિકિટો ખરીદી હતી. જો કે, મેસ્સી નિર્ધારિત સમય (સવારે 11:15 કલાકે) પર પહોંચ્યા અને માત્ર 20 મિનિટમાં ત્યાંથી પ્રસ્થાન કરી ગયા, જેનાથી ચાહકોમાં વ્યાપક ગુસ્સો ફેલાયો.પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મુખ્યમંત્રીના આદેશ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કાર્યક્રમના મુખ્ય આયોજક સતદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી છે.

Tags :