Most Matches In IPL Record, Virat Kohli : આઈપીએલ-2026ની સીઝનમાં આજથી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે હાઈ-વોલ્ટેજ પ્લેઓફ જંગની શરૂઆત થતાં જ કોહલીએ આઈપીએલના ઈતિહાસમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે સૌથી વધુ મેચો રમવા માટે મહેન્દ્ર સિંહ ધોની બાદ હવે રોહિત શર્માનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.
મેદાનમાં ઉતરતા જ કોહલીએ રોહિતનો તોડ્યો રેકોર્ડ
મેદાન પર ઉતરવાની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આઈપીએલના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ મહારેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલી હવે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. આ તેની 282મી આઈપીએલ મેચ છે. વર્ષ 2008 થી શરૂ થયેલી આ સફરમાં કોહલીએ 40.09 ની શાનદાર એવરેજથી રેકોર્ડબ્રેક 9261 રન ફટકાર્યા છે, જેમાં 9 સદીઓ પણ સામેલ છે. કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડ્યો છે, જે 281 મેચો સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.
IPLમાં સૌથી મેચો રમનારા ટોપ-5 દિગ્ગજો
- વિરાટ કોહલી (RCB): 282 મેચ, 9261 રન
- રોહિત શર્મા (MI): 281 મેચ, 7329 રન
- એમ.એસ. ધોની (CSK): 278 મેચ, 5439 રન (વર્ષ 2025 સુધી)
- રવિન્દ્ર જાડેજા (CSK): 266 મેચ, 3469 રન અને 178 વિકેટ
- દિનેશ કાર્તિક (RCB): 257 મેચ, 4842 રન (વર્ષ 2024 સુધી)
ધોની ત્રીજા સ્થાને
આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમ.એસ. ધોની 278 મેચ સાથે ત્રીજા સ્થાને છે. ધર્મશાલામાં રમાઈ રહેલી આજની આ પ્લેઓફ મેચ માત્ર ટ્રોફીની રેસ માટે જ નહીં, પરંતુ વિરાટ કોહલીના આ ઐતિહાસિક રેકોર્ડને કારણે પણ હંમેશા યાદ રાખવામાં આવશે.


