'ન્યૂઝીલેન્ડમાં વિરાટ-અનુષ્કાને કેફેમાંથી કાઢી મૂકાયા હતા', ભારતીય ક્રિકેટરે જણાવ્યો કિસ્સો
Virat Kohli- Anushka Sharma: આમ તો વિરુષ્કા એટલે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બી- ટાઉન અને ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી પ્રિય કપલ કહેવાય છે. પરંતુ જ્યારે લાઈમ લાઈટમાં રહેવાની વાત આવે છે, ત્યારે તેઓ તમામ કોશિશ છતાં ચર્ચામાં રહે છે. પબ્લિકની નજરમાંથી પોતાની જાતને દૂર રાખવા માટે, આ કપલ લંડન શિફ્ટ થઈ ગયું છે, પરંતુ તેમના કિસ્સા હંમેશા સમાચારમાં આવતાં જ રહે છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા છે કે, આ સ્ટાર કપલને ન્યુઝીલેન્ડના એક રેસ્ટોરન્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યું હતું. તેનું કારણ જાણીને તમે હસી પડશો.
આ પણ વાંચો: 'એક જ ઓવરમાં 3 વિકેટ, હવે તો કુલદીપ આગામી મેચ નહીં રમે...' ગંભીર પર કોણે કર્યો કટાક્ષ?
વાત એમ છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ન્યુઝીલેન્ડની એક રેસ્ટોરાંમાં ગયા હતા, જ્યા તેમની સાથે તેમની સાથે મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી પણ હાજર હતી. આ દરમિયાન વિરાટ 4 કલાક સુધી વાત કરતાં રહ્યા અને તેઓ ત્યા સુધી ન રોકાયા, જ્યા સુધી રેસ્ટોરાંવાળાએ તેમને બહાર જવા માટે ન કહ્યું.
મહિલા ક્રિકેટરોને મળી અનુષ્કા- વિરાટ
આ વાતનો ખુલાસો ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર જેમિમા રોડ્રિગ્સે કર્યો છે. તેણે મેશેબલ ઈન્ડિયા સાથે વાત કરતાં અનુષ્કા અને વિરાટ સાથે સાથે જોડાયેલા કિસ્સો શેર કર્યો હતો. મહિલા ક્રિકેટરે જણાવ્યું કે, હું અને સ્મૃતિ મંધાના ન્યુઝીલેન્ડમાં અનુષ્કા અને વિરાટની સાથે ન્યુઝીલેન્ડની રેસ્ટોરાંમાં ગઈ હતી. ક્રિકેટરે સ્મૃતિને બેટિંગ વિશે કેટલીક સલાહ આપી હતી.
આ પણ વાંચો: IND vs UAE: એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, UAEને 9 વિકેટથી હરાવ્યું
કેમ વિરાટ કોહલી અને અનુષ્કાને નીકાળવામાં આવ્યા
જેમિમાએ આગળ જણાવ્યું કે, પહેલા અડધો કલાક માત્ર ક્રિકેટ વિષે વાત થઈ. ક્રિકેટર આગળ કહ્યું કે, વિરાટ કોહલીએ મને અને સ્મૃતિને કહ્યું કે, તમે બંનેમાં મહિલા ક્રિકેટને બદલવાની તાકાત છે, અને હું તેને થતા જોઈ શકું છું. જેમિમાએ મજાકના અંદાજમાં કહ્યું કે, કેવી રીતે અમને બધાને રેસ્ટોરાંમાંથી કાઢી મુક્યા. તેણે આગળ કહ્યું કે, 'એવું લાગ્યું કે કોઈ વર્ષો જૂના મિત્રો મળ્યા અને વાતો કરી હોય. અમે માત્ર એટલા માટે રોકાયા કારણ કે કાફેના સ્ટાફે અમને બહાર કાઢી મૂક્યા.'