IND vs UAE: એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, UAEને 9 વિકેટથી હરાવ્યું
![]() |
IND vs UAE Pitch Report: એશિયાકપ 2025ની શરૂઆત ગઈ કાલ એટલે કે 9 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગ સામે 94 રનથી જીતી મેળવી હતી. આજે(10 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયા અને UAE વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે UAEને 9 વિકેટથી હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત થઈ છે. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. UAEની ટીમ પહેલા બેટિંગ કરતા 57ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવને 4 તો શિવમ દુબેને 3 સફળતા મળી. જેના જવાબમાં ઉતરેલી ભારતીય ટીમે આ ટોટલને 5મી ઓવરમાં જ ચેઝ કરી લીધો.
પ્લેઈંગ 11
ભારતીય ટીમઃ અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન),સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન(વિકેટકીપર), શિવમ દૂબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રતિ બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
UAEની ટીમ: મોહમ્મદ વસિમ (કેપ્ટન), આલીશાન શરફૂ, મોહમ્મદ ઝોહેબ, રાહુલ ચોપરા (w), આસિફ ખાન, હર્ષિત કૌશિક, હૈદર અલી, ધ્રુવ પરાશર, મોહમ્મદ રોહીદ ખાન, જુનેદ સિદ્દીક, સિમરનજીત સિંહ.
ભારત અને UAE વચ્ચે કેટલી મેચ રમાઈ છે?
ભારત અને UAE વચ્ચે અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં માત્ર એક મેચ રમાઈ છે. જેમાં UAE ટીમને વર્ષ 2016 માં ટીમ ઈન્ડિયા સામે નવ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી આજે UAEની ટીમ બીજીવાર ભારત સામે મેચ ટકરાઈ.
દુબઈના મેદાનમાં સૌથી વધુ સ્કોર 212 રન
અત્યાર સુધીમાં દુબઈના મેદાનમાં 110 T20 મેચ રમાઈ છે. જેમા બેટિંગ કરનારી ટીમ 51 વખત અને બીજી ઇનિંગમાં બેટિંગ પર ઉતરેલી ટીમ 58 વખત જીતી છે. પહેલી ઇનિંગમાં સરેરાશ સ્કોર 139 અને બીજી ઇનિંગમાં 123 રહ્યો છે. દુબઈના મેદાનમાં સૌથી વધુ સ્કોર 212 રન અને સૌથી ઓછો 98 રનનો રહ્યો છે.